Ahmedabad News/ વાડજમાં રૂ.90 હજારની ઉઘરાણી માટે સગીર પર છરીથી હુમલો, મિત્રને બચાવવા આવેલા યુવકને પણ ઇજા

અમદાવાદના વાડજમાં રૂ.90 હજારની ઉઘરાણી માટે 16 વર્ષના સગીરને રાત્રે બોલાવી છરીથી હુમલો (Vadaj Minor Knife Attack) કરાયો. બચાવવા આવેલા મિત્રને પણ છરીના ઘાથી ઇજા થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.

Gujarat Ahmedabad Top Stories Breaking News
Vadaj Minor Knife Attack: વાડજમાં રૂ.90 હજારની ઉઘરાણી માટે સગીર પર છરીથી હુમલો

Ahmedabad News: થલતેજમાં રહેતા 16 વર્ષના સગીરને ઉછીના લીધેલા રૂ.90 હજાર પરત ન આપવાના મામલે તેના મિત્રએ અડધી રાત્રે વાડજના રામાપીરના ટેકરા પાસે બોલાવી છરી વડે હુમલો (Vadaj Minor Knife Attack) કર્યો હોવાની ઘટના સામે આવી છે. સગીરે નવી એક્ટિવા ખરીદી હોવાના કારણે પૈસા પરત આપવાની ઉઘરાણી કરવામાં આવી હતી. આ દરમિયાન થયેલા ઝઘડામાં સગીરના જમણા પગના સાથળના ભાગે છરી વાગતાં તેને ઇજા થઈ હતી. તેને બચાવવા વચ્ચે પડેલા મિત્ર પર પણ છરીથી હુમલો (Vadaj Minor Knife Attack) કરવામાં આવ્યો હતો.

ઘટનામાં બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સગીરને પગના ભાગે ટાંકા આવ્યા હતા, જ્યારે તેને બચાવવા આવેલા મિત્રના હાથમાં પણ ગંભીર ઇજા થઈ હતી. સમગ્ર મામલે સગીરની માતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Vadaj Minor Knife Attack: રાત્રે બે વાગ્યે રામાપીરના ટેકરા પાસે બોલાવ્યો

થલતેજ ગામમાં રહેતા ગીતાબેન મિસ્ત્રીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમનો 16 વર્ષનો સગીર પુત્ર 5 સપ્ટેમ્બરની રાત્રે લગભગ દોઢ વાગ્યે પોતાના મિત્ર સાથે એક્ટિવા લઈને બહાર ગયો હતો. આ દરમિયાન બોડકદેવની નર્મદા આવાસ યોજનામાં રહેતા તેના મિત્ર ઓમ મકવાણાનો ફોન આવ્યો હતો.

ઓમે સગીરને વાડજ રામાપીરના ટેકરા પાસે મળવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ સગીર પોતાના મિત્ર સાથે રાત્રે લગભગ બે વાગ્યે એક્ટિવા લઈને ત્યાં પહોંચ્યો હતો. ઓમ BRTS રોડ સામે આવેલી કૃષ્ણ ગોકુલ સોસાયટીના ગેટ પાસે ઊભો હતો.સગીર ત્યાં પહોંચતા જ ઓમે ઉશ્કેરાઈને તેની પાસેથી અગાઉ આપેલા રૂ.90 હજારની ઉઘરાણી કરી હતી. નવી એક્ટિવા ખરીદી હોવાનો ઉલ્લેખ કરીને પૈસા પરત આપવા માટે દબાણ કર્યું હતું.

ઝઘડા દરમિયાન સાગરીતે છરી આપી

પૈસા અંગેની ઉઘરાણી દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ફરિયાદ મુજબ, ઓમે સગીરને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન તેની સાથે આવેલા એક શખ્સે કમરમાંથી છરી કાઢીને ઓમને આપી હતી. સગીર ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ઓમે તેની એક્ટિવા પર છરીથી ઘા માર્યા હતા. છરીના ઘાને કારણે એક્ટિવા નમી જતાં છરીનો એક ઘા સગીરના જમણા પગના સાથળના ભાગે વાગ્યો હતો. આ પછી ઓમે સગીરનું શર્ટ પકડી લીધું હતું. સગીરને છોડાવવા તેનો મિત્ર વચ્ચે પડ્યો હતો. આ દરમિયાન ફરિયાદ મુજબ, ઓમના કહેવાથી તેના સાગરીત ગુજ્જુ મરાઠીએ છરી લઈને સગીરના મિત્ર પર હુમલો (Vadaj Minor Knife Attack) કર્યો હતો.

બંને મિત્રોએ સોસાયટીમાં છુપાઈ જીવ બચાવ્યો

છરીના હુમલા (Vadaj Minor Knife Attack)માં સગીર અને તેનો મિત્ર બંને ઇજાગ્રસ્ત થયા હતા. જીવ બચાવવા બંને મિત્રો નજીકની સોસાયટીમાં જઈને સંતાઈ ગયા હતા. ત્યારબાદ 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. હોસ્પિટલમાં સગીરના પગના ભાગે ટાંકા આવ્યા હતા, જ્યારે તેના મિત્રના હાથમાં પણ ટાંકા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વાડજ પોલીસે ફરિયાદના આધારે બે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા હુમલા પાછળના સમગ્ર ઘટનાક્રમ, ઉછીના નાણાં અને હુમલા (Vadaj Minor Knife Attack)માં સામેલ અન્ય શખ્સોની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:ભાવનગરના હિમાલયા મોલમાં હંગામો, ફિલ્મ ટિકિટ મુદ્દે હુમલો કરી જાનથી મારી નાખવાની આપી ધમકી

આ પણ વાંચો:સાળા પર છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો, સસરા ગંભીર ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:બોટાદના ગઢડામાં બુટલેગરનો આતંક, પોલીસ ફરિયાદ બાદ મહિલા,પુત્ર પર છરીથી હુમલો