Gujarat News/ 1 એપ્રિલથી ગુજરાતના તમામ પેટ્રોલ પંપ પર મળશે E20 પેટ્રોલ, જાણો વાહનચાલકોને શું થશે ફાયદો?

ગુજરાતના તમામ પેટ્રોલ પંપ પર 1 એપ્રિલ 2026 થી E20 Petrol વેચાશે. જાણો ઈથેનોલની નવી ક્વોલિટી અને 95 RON પેટ્રોલથી વાહનચાલકોને થનારા ફાયદા વિશે.

Top Stories Gujarat Others
E20 Petrol in Gujarat

E20 Petrol in Gujarat: કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઈંધણની ગુણવત્તા સુધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 એપ્રિલ, 2026 થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં E20 (20 ટકા ઈથેનોલ મિશ્રિત) પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

E20 Petrol in Gujarat

ક્વોલિટી બાબતે હવે ચિંતા કરવાની જરૂર નથી

અગાઉ ઘણા વાહનચાલકોને ફરિયાદ હતી કે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલને કારણે વાહનની માઈલેજ અને એન્જિનના પરફોર્મન્સ પર અસર થાય છે. આ બાબતે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન (FGPDA) ના ઉપપ્રમુખ મેહુલ પટેલે મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, અગાઉ ઈથેનોલની ક્વોલિટી બાબતે કોઈ ચોક્કસ ધારાધોરણો નહોતા, પરંતુ હવે સરકારે 95 RON (Research Octane Number) સાથેની ગુણવત્તા નક્કી કરી છે.

તેમણે ઉમેર્યું કે, “હવે ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે ઉચ્ચ ગુણવત્તાનું ઈથેનોલ આવવાથી વાહનચાલકોને ફાયદો થશે અને ઈંધણને લીધે થતી રોજબરોજની ટેકનિકલ સમસ્યાઓ દૂર થશે.”

E20 Petrol: ગ્રાહકોને શું ફાયદો થશે?

આ નવા ઈંધણના ઉપયોગથી અનેક ફાયદાઓ થશે, જેમાં ઉચ્ચ ઓક્ટેન (95 RON) વાળું પેટ્રોલ એન્જિનના પરફોર્મન્સને જાળવી રાખીને એન્જિનની સુરક્ષા કરશે. આ ઉપરાંત, ઈથેનોલ મિશ્રિત ઈંધણ ઇકો-ફ્રેન્ડલી હોવાથી વાતાવરણમાં કાર્બનનું ઉત્સર્જન ઓછું થશે અને પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. લાંબા ગાળે ઈથેનોલના વધુ ઉત્પાદનથી પેટ્રોલના ભાવ પર પણ નિયંત્રણ લાવી શકાશે, જે મોટો આર્થિક ફાયદો કરાવશે. સાથે જ, કડક ગુણવત્તા નિયંત્રણ (Quality Control) ને કારણે પેટ્રોલની શુદ્ધતા જળવાઈ રહેશે, જેથી પેટ્રોલ પંપ અને તેની સેવાઓ પર ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

E20 Petrol in Gujarat

કેન્દ્ર સરકારનો આદેશ

કેન્દ્રીય પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રાલય (MoPNG) ના આદેશ અનુસાર, તમામ ઓઈલ કંપનીઓએ 1 એપ્રિલ, 2026 થી દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં માત્ર E20 ફ્યુઅલ જ વેચવાનું રહેશે. આ નિર્ણયથી દેશના ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ મોટા ફેરફારો જોવા મળશે.


આ પણ વાંચો: E20 ઇથેનોલ વિવાદ: ગુજરાતમાં પેટ્રોલપંપ સંચાલકોનો આક્રોશ – લાભ કે નુકસાન?

આ પણ વાંચો: ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત કરી, ત્રણેયના ફોન પણ જપ્ત કરવામાં આવ્યા

આ પણ વાંચો: અમદાવાદમાં વૃદ્ધ ટ્રાવેલ એજન્ટને બે યુવાનોએ ધક્કો મારતાં થયું મોત