Kutch News/ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત કરી, ત્રણેયના ફોન પણ જપ્ત કરવામાં આવ્યા

કચ્છના ભુજ શહેરમાં SOGની ટીમે એક ગેસ્ટ હાઉસમાં દરોડો પાડી એક મહિલા સહિત ત્રણ કાશ્મીરીઓની શંકાસ્પદ ગતિવિધિઓને આધારે અટકાયત કરતાં ચકચાર મચી ગઈ છે.

Gujarat Trending
Three Kashmiris detained from Bhuj, Kutch

Kutch News: દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, ત્યારે ગુજરાતમાં પણ હાઇઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઍલર્ટના પગલે રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના ભુજ શહેરમાં SOGની ટીમે એક ગેસ્ટ હાઉસમાં દરોડો પાડી એક મહિલા સહિત ત્રણ કાશ્મીરીઓની શંકાસ્પદ ગતિવિધિઓને આધારે અટકાયત કરવામાં આવી છે.

પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી
પોલીસની તપાસમાં ગેસ્ટ હાઉસના રજિસ્ટરમાં માત્ર એક જ કાશ્મીરી યુવકની એન્ટ્રી કરવામાં આવી હતી. રૂમ જમ્મુ-કાશ્મીરના ઝાંગલીમાં રહેતા જમીલ અહમદખાન અબ્દુલ મજીદખાનના નામે બુક કરવામાં આવ્યો હતો. જોકે, રૂમમાં ત્રણ લોકો રોકાયેલા હોવા છતાં સંચાલકોએ માત્ર એક જ વ્યક્તિની નોંધણી કરી હતી. આ ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક પિતા-પુત્ર જનક ભાટીયા અને વિનય જનક ભાટીયા સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતમાં સૌપ્રથમ કેમિકલ એટેક કરવાનું આયોજન ધરાવતા હતાં ગુજરાત ATSએ પકડેલા આતંકીઓ

આ પણ વાંચો:  સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો.. ભલે વર્ષોથી ભાડું ભર્યું હોય મકાન માલિક જ માલિક ગણાશે..

આ પણ વાંચો: ભરૂચ GIDCમાં VK ફાર્મા કંપનીમાં મધ્યરાત્રે ભયાનક વિસ્ફોટ, 2ના મોત, 3 ગુમ અને 18 ઇજાગ્રસ્ત