Jammu Kashmir News/ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

જમ્મુ-કાશ્મીરમાં કુપવાડામા મગળવારની સવારે સુરક્ષા દળોએ બે આંતકવાદીઓને ઠાર માર્યા હતા. 17 અક્ટૂબરના સાંજે 7 વાગ્યાથી ઓપરેશન ચાલુ છે.

India NATIONAL Trending
2 Infiltrators killed in Jammu and Kashmir

Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરમાં કુપવાડામા મગળવારની સવારે સુરક્ષા દળોએ બે આંતકવાદીઓને ઠાર માર્યા હતા. 17 અક્ટૂબરના સાંજે 7 વાગ્યાથી ભારત-પાકિસ્તાન સરહદ (LOC) નજીકના કુમ્બકડી જંગલમાં આ ઓપરેશન ચાલુ છે. આતંકવાદીઓએ આ વિસ્તારમાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

અગાઉ પણ બે આતંકવાદીઓને ઠાર માર્યા
આ પહેલા, 8 સપ્ટેમ્બરના રોજ, સેનાએ કાશ્મીરના કુલગામમાં એક એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગુડ્ડરના જંગલોમાં થયેલી આ એન્કાઉન્ટર સેનાએ તેને “ઓપરેશન ગુડ્ડર” નામ આપ્યું હતું. એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા બે સૈનિકોનું પણ મૃત્યુ થયું હતું.

પાકિસ્તાની ઘુસણખોરની ધરપકડ
જમ્મુના આરએસપુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની ઘુસણખોરની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધાના રહેવાસી સિરાજ ખાન તરીકે ઓળખાતા ઘુસણખોરને ઓક્ટ્રોય પોસ્ટ પર તૈનાત બીએસએફના જવાનોએ જોયો હતો. થોડા રાઉન્ડ ગોળીબાર કર્યા પછી, તેને સરહદ વાડ નજીક પકડી લેવામાં આવ્યો હતો. તેના કબજામાંથી કેટલીક પાકિસ્તાની ચલણ પણ મળી આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Drug Smuggling/જમ્મુ-કાશ્મીરમાં તૈનાત 3 જવાનોની ડ્રગ્સ દાણચોરીના આરોપમાં ધરપકડ

આ પણ વાંચો: Jammu Kashmir News/જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોએ જીવંત બોમ્બનો કર્યો નાશ,વીડિયો આવ્યો સામે

આ પણ વાંચો: National News/યુદ્ધવિરામનો ભંગ : જમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, 1 જવાન શહીદ, સાત ઘાયલ