Gir Somnath News/ સરકારી જગ્યાઓ પરના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે: હર્ષ સંઘવી…ગીર સોમનાથમાં સપાટો..!

ગીર સોમનાથના પ્રભાસ પાટણ વિસ્તારમાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 12 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે…

Gujarat Others

Gir Somnath News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ જણાવ્યું છે કે, નાગરિકો માટે રમતના મેદાન, ગાર્ડન, લાયબ્રેરી અને દવાખાના જેવી સુવિધાઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સરકારી જગ્યાઓ પર ઊભા કરી દેવાયેલા તમામ ગેરકાયદે (Illegal) દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે.

ગીર સોમનાથના પ્રભાસ પાટણ (Prabhas Patan, Gir Somnath)માં સરકારી જમીન પરના ગેરકાયદે ઊભા કરી દેવાયેલા એક ધાર્મિક સહિત 12 મોટા દબાણો પર બુલડોઝર ફર્યું હતું.

[fvplayer id=”239″]

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશોથી રાજ્યભરમાં સરકારી જમીન (Government Lands) પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે.

આ ઝુંબેશ (Campaign)ના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં ગઈકાલે તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલેશન (Demolition) કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

[fvplayer id=”240″]

નાગરિકો માટે રમતના મેદાન, ગાર્ડન, લાયબ્રેરી (Garden, Library) અને દવાખાના જેવી સુવિધાઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સરકારી જગ્યાઓ પર ઊભા કરી દેવાયેલા તમામ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

[fvplayer id=”241″]

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત વચ્ચે કુલ 12 ગેરકાયદે દબાણો પર બુલડોઝર (Bulldozer) ફેરવવામાં આવ્યું હતું. આ દબાણોમાં એક ધાર્મિક દબાણ (દરગાહ,Dargah), ત્રણ દુકાનો અને આઠ રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહીમાં આશરે દોઢ કરોડથી વધુ કિંમતની 1300 થી 1400 ચોરસ મીટર સરકારી જમીન ગેરકાયદે દબાણમુક્ત કરવામાં આવી છે.

જોકે, ડિમોલેશનની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી ત્યારે એક ધાર્મિક દબાણ હટાવતી વખતે અચાનક મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. આ ટોળાએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતા ટોળાને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠીચાર્જ અને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી.

આ ઘર્ષણમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ પણ ઘાયલ (Injured) થયા હતા. પોલીસે સમગ્ર ઘટના અંગે કડક વલણ અપનાવીને ટોળામાં ઘૂસી આવેલા અને કાયદો-વ્યવસ્થા (Law and Order)નો ભંગ કરનારા તત્વો સામે ગુનો (Crime) દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગીર સોમનાથ: ઉના પાલિકા સભ્યના પુત્ર જીવલેણ હુમલો

આ પણ વાંચો: ગીર સોમનાથમાં અજાણ્યા ટ્રક ચાલકે બાઇક ચાલકને કચડી નાખ્યો

આ પણ વાંચો: ગીર સોમનાથમાં રેતીના કાળા ધંધા પર કડક કાર્યવાહી, ઉનામાં બે ટ્રેક્ટર સીઝ