Ahmedabad News : ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી એક પતિએ ફેમિલી કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી છે. જેમાં જણાવ્યા મુજબ અમદાવાદ ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી નકારી નાખી છે. જેમાં પતિએ ક્રૂરતાના આધાર પર પત્નીથી ડિવોર્સ માંગ્યા હોવાનું જણાવ્યું છે. તેને કહ્યું 01 એપ્રિલે પત્રકાર પત્નીએ RJ સાથે મળી ચારિત્ર્ય પર પ્રેન્ક કર્યો હતો, તે શેરીના કૂતરા ઘરે લાવે છે જે મને કરડ્યા છે. એલમની માટે પતિએ 15થી 20 લાખ રૂપિયાની ઓફર કરી હતી, બીજીતરફપત્ની બે કરોડ રૂપિયા માંગી રહી છે. બંને પતિ પત્નીની ઉંમર ઉંમર 40 અને 41 વર્ષની આસપાસ છે.
આ ઉંમરે જો તેમના છૂટાછેડા ગ્રાહ્ય રાખવામાં આવે તો તેઓ બીજા લગ્ન કરી શકે. ક્રૂરતાના ગ્રાઉન્ડ ઉપર પતિએ છૂટાછેડા માંગ્યા છે, બીજીતરફ પત્ની છૂટાછેડા આપવા માંગતી નથી. પતિ એક ખાનગી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ છે. મહિને તે 60 થી 65 હજાર કમાય છે, જ્યારે પત્ની પત્રકાર છે. પતિના છૂટાછેડાની અરજી અમદાવાદની ફેમિલી કોર્ટે એ આધાર ઉપર ફગાવી દીધી હતી કે પોતાની પત્ની સામે પતિ ક્રૂરતા પુરવાર કરી શક્યો નથી.
પતિ તરફથી જણાવાયું છે કે તેના દ્વારા મુકાયેલા ક્રૂરતાના ગ્રાઉન્ડ સબ્જેક્ટિવ છે. આવા બે બનાવ પતિએ હાઈકોર્ટ સમક્ષ ટાંક્યા હતા. 01 એપ્રિલના રોજ એક ખાનગી રેડિયોના RJ સાથે મળીને તેની પત્નીએ તેની સાથે પ્રેન્ક કર્યો હોવાનું પહેલા બનાવમાં જણાવ્યું હતું. જેમાં પતિના કામના સ્થળે તેને કહેવાયું હતું તેનું કોઈની સાથે અફેર છે.
બીજું પત્ની પશુ પ્રેમી છે અને શેરી કૂતરાઓને ઘરમાં લાવે છે, તે કૂતરા પતિને કરડ્યા હતાં. શું તમે રસી લીધી હતી ? એમ કોર્ટે પૂછ્યું હતું. અરજદાર પતિએ પહેલો બનાવ વર્ણવતા જણાવ્યું હતું કે પત્નીનો બર્થ ડે 01 એપ્રિલે હોય છે. પરંતુ પતિ રજા નહોતો લઈ શકતો, તે એક ખાનગી સંસ્થામાં કામ કરે છે, પત્ની ઇચ્છતી કે તે દિવસે પતિ તેની સાથે જ રહે.આથી પત્નીએ એક રેડિયો જોકી સાથે તેના કામના સ્થળ ઉપર એક પ્રેન્ક કર્યો હતો.
જે અંતર્ગત પતિનું લગ્ન બાહ્ય અફેર છે એમ જણાવીને તેના ચારિત્ર ઉપર કીચડ ઉછાવામાં આવ્યું હતું. આ પ્રેન્કનું રેડિયો ઓફિસમાં લાઇવ રેકોર્ડિંગ કરાયું હતું. ત્યારબાદ તેનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. તેની પત્નીએ પ્રેન્ક માટે જ એક બનાવટી વાર્તા ઘડી હતી જે મુજબ પતિને એક જેની નામની યુવતી સાથે લગ્ન બાહ્ય સંબંધો હોય છે. તેની ઉપર તે તેની સાથે લગ્ન કરવા દબાણ કરે છે અને પોતાના માતા પિતા સાથે તેના ઘરે આવવા ધમકી આપે છે.
પતિ ગભરાઈ જાય છે અને પોલીસને લઈને ઘરે પહોંચે છે, ત્યારે આ એપ્રિલ ફૂલનો એક પ્રેન્ક હોવાની ખબર પડે છે. પરંતુ આ ઘટનાથી અરજદાર પતિ ખૂબ ગભરાઈ ગયો હતો.પત્નીએ પોતે પણ પ્રેન્કનો સ્વીકાર કર્યો હતો. પત્નીએ તેની ઉપર દહેજ માંગવાના આક્ષેપ કર્યા છે, જે ખોટા છે. જો પતિ તેને છોડીને જતો રહ્યો તો તેની ઉપર દહેજનો કેસ કરશે, એવી પત્નીએ તેને ધમકી આપી હતી. પત્ની મોડી રાત સુધી ઘરની બહાર રહેતી હતી. એટલું જ નહીં સ્ટ્રીટ ડોગની એક મેટરમાં પોલીસે તેને અરેસ્ટ કરી હતી. સામે પત્નીએ જણાવ્યું હતું કે પતિએ ખોટા અક્ષેપો કરીને છૂટાછેડાની માંગ કરી છે, તેની ઉપર કોઈ ક્રૂરતા આચરવામાં આવી નથી.પતિએ જણાવ્યું હતું કે, તે અને તેની પત્ની વર્ષ 2006થી 2011 સુધી અલગ અલગ રહ્યા છે.
શું સેટલમેન્ટ માટે ચાન્સ છે? એમ હાઈકર્ટે પુછ્યું હતું. પતિએ જવાબમાં જણાવ્યું હતું કે, તે પત્ની સાથે હવે રહી શકે તેમ નથી. પત્ની બે કરોડની માંગણી કરે છે જ્યારે પતિએ એલીમની માટે 15થી 20 લાખની ઓફર કરી છે.પત્નીએ કહ્યું હતું કે પતિનો વિદેશમાં રિસોર્ટ છે, જે વાત છુપાવી છે. તેની માતા અને તેને એક ભાઈ હોવાનું પતિએ કહ્યું હતું. . તે પ્રોપર્ટી તેના નામે નથી. તેના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેમના વીલમાં પિતાએ તેને કશું આપ્યું નથી.
કોર્ટે પત્નીને પ્રશ્ન કર્યો હતો કે તમે પણ વર્કિંગ જર્નલિસ્ટ તો પતિ ઉપર શા માટે નિર્ભર છો? પત્ની તરફથી જણાવ્યું હતું કે પહેલા કોર્ટે તેને મહિને 05 હજાર રૂપિયા ભરણ પોષણ આપ્યું હતું. બાદમાં તેને વધારીને 15 હજાર રૂપિયા કરવામાં આવ્યું. જેનો પતિએ વિરોધ કર્યો હતો. 06 વર્ષ પહેલા પત્ની મહિને 40 હજાર રૂપિયા કમાતી હતી. બન્ને પક્ષોના વકીલોને પોતાના અસીલોની સલાહ લઈને કોર્ટે વધુ કાર્યવાહી 01 ડિસેમ્બરના રોજ રાખી છે.
આ પણ વાંચો:સુરતમાં નકલી ઘીનો પર્દાફાશ, આરોગ્ય વિભાગની કાર્યવાહી
આ પણ વાંચો:સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જતા બાઈકચાલકનું મોત, ગટર બંધ હોત તો મારો ભાઈ જીવતો હોત : મૃતકનો ભાઈ
આ પણ વાંચો:સુરત ગ્રામ્યમાં ડુપ્લિકેટ ઘીના મસમોટા જથ્થા સાથે 1.17 કરોડનો મુદ્દામાલ કબજે : બે આરોપી ઝડપાયા
