Gujarat News/ ગુજરાતમાં વાહનોમાં વધ્યા આગના બનાવો, કોઈ જાનહાનિ નહીં

અંદર માણસ છે કે નહીં તે જાણવા મળ્યું નથી.

Top Stories Ahmedabad Gujarat Others Breaking News

Gujarat Fire Incident: રાજ્યમાં આજે બે આગની ઘટનાઓ (Fire Incident) સામે આવી છે. અમદાવાદમાં (Ahmedabad) મોડી રાત્રે કાર પલટતા કારમાં આગ (Fire) ભભૂકી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે, બીજી બાજુ વલસાડમાં ચાલુ વાહનમાં આગ લાગી હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.

અમદાવાદમાં સનાથલ બોપલ રોડ કાર પલ્ટતાની સાથે કારમાં આગ ભભૂકી ઉઠી હતી. મોડી રાત્રે કાર પલટતા આગ લાગી હતી, આગ લાગતા કાર બળીને ખાખ થઇ હતી. આગની જ્વાળાઓના કારણે દૂર દૂર સુધી અંધારૂ છવાઈ ગયું હતું. કારમાં આગ લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. લોકોએ પોલીસને જાણ કરી હતી. 108ને પણ બોલાવાઈ હતી, તેમ હાલ જાણવા મળ્યું છે. પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી. અંદર માણસ છે કે નહીં તે જાણવા મળ્યું નથી.

વલસાડમાં વાપીમાં (Vapi) ફરી એકવાર મોપેડમાં આગનો બનાવ સામે આવ્યો છે. વાપીમાં VIA ચાર રસ્તા નજીક ઘટના બની હતી. ચાલુ મોપેડમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બાઈકની બેટરીમાં સ્પાર્ક થતા મોપેડ ભડકે બળ્યું હતું. મોપેડ ચાલક સલામત સ્થળે ખસતા આબાદ બચાવ થયો હતો. ફાયરની ટીમને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. મોપેડ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું હતું.

નવરાત્રિમાં પ્રથમ નોરતે જ આગ દુર્ઘટનાના સમાચાર મળતા પોલીસ દોડતી થઈ હતી. તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાનું સામે આવ્યું નથી. જોકે, પોલીસે આગ લાગવાની દુર્ઘટનાનું સ્થળનું નિરીક્ષણ કરતા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન કરવામાં આવ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આણંદમાં પહેલા નોરતે લાગી આગ, TRP Game Zone Fire જેવો માહોલ

આ પણ વાંચો:તાઈવાનની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, શ્વાસ રૂંધાવાથી 8 લોકોના મોત

આ પણ વાંચો:કારમાં આગ લાગતાં સિરામિક બિઝનેસમેનનું મોત, 5 લાખ સહિત આ વસ્તુઓ સલામત