Gujarat News/ ચોથા નોરતે શક્તિપીઠમાં ભક્તોનું ઘોડાપૂર! મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું

વહેલી સવારથી લાંબી કતારો મંદિરના પરિસરમાં જોવા મળી હતી.

Top Stories Gujarat

Gujarat Navratri News: નવરાત્રિના (Navratri) ચોથા નોરતે વિવિધ ધાર્મિક સ્થળોએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી શક્તિપીઠમાં શ્રદ્ધાળુઓની લાઈન લાગી હતી. માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠ્યુ હતું.

આસો સુદ એકમથી 9 દિવસ સુધી ચાલતી નવરાત્રિમાં ભક્તો માતાજીની પૂજા, અર્ચના કરી માતાજીની રીઝવે છે, તેમના ચોકમાં સુંદર વસ્ત્રો પહેરી તથા શણગાર કરી ગરબા રમે છે. ઉપવાસ કરી માતાની ભક્તિ કરે છે. આજે ચોથા દિવસે પંચપહાલ જીલ્લાના પાવાગઢમાં (Pavagadh) પ્રભાતથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભક્તોએ ધૂમ્મસભર્યા વાતાવરણમાં માતાજીના દર્શન કરી પાવન થયા હતા.

વહેલી સવારથી લાંબી કતારો મંદિરના પરિસરમાં જોવા મળી હતી. માનવ મહેરામણ ઉમટતાં સવારથી ભક્તિનો રંગ જામ્યો હતો. ઉપરાંત આજે રવિવારનો દિવસ હોવાથી મંદિરમાં ભીડ જોવા મળી હતી. બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી (Ambaji) ખાતે પણ ભક્તો માતાજીની આરાધના કરવા દૂર દૂરથી આવ્યા હતા. નવરાત્રિના ચોથા દિવસે ચાચરચોક ભક્તોથી ઉભરાયું હતું.

2019ના મિસિસ ઇન્ડિયા શ્વેતા મોદી પણ અંબાજી ખાતે પહોંચ્યા હતા. શક્તિપીઠ અંબાજીમાં દેશ વિદેશથી ભક્તો દર્શનાર્થે આવે છે. મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. બોલમાડી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી તેમજ બહુચરાજી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળાનું થયું સમાપન, અંબાજી મંદિરને મળ્યું અધધધ… સોનાનું દાન

આ પણ વાંચો:પાવાગઢ જતા દર્શનાર્થીઓને મળશે ખાસ સુવિધા