Navratri 2024/ આણંદમાં પહેલા નોરતે લાગી આગ, TRP Game Zone Fire જેવો માહોલ

આણંદમાં નવરાત્રિના પ્રથમ દિવસે આગની દુર્ઘટના બનવા પામી. નવરાત્રિના પ્રથમ દિવસે TRP Game Zone Fire જેવો માહોલ જોવા મળ્યો.

Top Stories Gujarat Others

Anand News: આણંદમાં નવરાત્રિના પ્રથમ દિવસે આગની દુર્ઘટના બનવા પામી. નવરાત્રિના પ્રથમ દિવસે TRP Game Zone Fire જેવો માહોલ જોવા મળ્યો. આણંદના વૃંદાવન ગ્રાઉન્ડમાં આગ લાગતા અફરાતરફીનો માહોલ સર્જાયો. વૃંદાવન ગ્રાઉન્ડના પ્રવેશ ગેટ પાસે ફોટોબુથમાં આગ લાગવાની દુર્ઘટનાના બનવા પામી હોવાનું સામે આવ્યું. નવરાત્રિમાં પ્રથમ નોરતે જ આગ દુર્ઘટનાના સમાચાર મળતા પોલીસ દોડતી થઈ. તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પંહોચી ગઈ. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાનું સામે આવ્યું નથી. જો કે પોલીસે આગ લાગવાની દુર્ઘટનાનું સ્થળનું નિરીક્ષણ કરતા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન કરવામાં આવ્યું.

નવરાત્રિમાં વૃંદાવન ગ્રાઉન્ડમાં રમવા ગયેલા ખૈલેયાઓને નિરાશ થવું પડ્યું. ગ્રાઉન્ડમાં રાત્રે આગ લાગી ત્યારે અનેક ખૈલેયાઓ ગરબાનો આનંદ લઈ રહ્યા હતા. પરંતુ અચાનક આગ લાગી અને આ સમાચાર પ્રસરતા ખેલૈયાઓમાં ભાગદોડ મચી.

નોંધનીય છે કે પોલીસ વિભાગ અને ફાયર વિભાગ વચ્ચે સંકલનના અભાવે નવરાત્રિ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા ફાયર એનઓસી (Fire NOC) લેવી ફરજિયાત હોવાથી હવે ગરબા આયોજકોમાં હાલાકીનો માહોલ છે. સ્થળ નિરીક્ષણ બાદ ફાયર બ્રિગેડે એવી કોઈ માહિતી આપી નથી કે જેમાં 8 આયોજકોને એનઓસી આપવામાં આવી છે. પોલીસને 82 અરજીઓ મળી છે પરંતુ મંજૂરી આપવામાં આવી નથી. તો હવે જો તમે ફાયર NOC વગર પણ ગરબા કરો છો અને તમે ત્યાં જશો તો તમારે જીવ જોખમમાં મૂકીને ગરબા કરવા પડશે. ફાયર એનઓસીને લઈને તંત્ર અને આયોજકો વચ્ચે ચાલતી માથાકૂટમાં ખૈલેયાઓની સેન્ડવીચ થઈ. આયોજકો અને તંત્ર વચ્ચેના તાલમેલના અભાવની ખૈલેયાઓએ ચૂકવવી પડી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવસારીમાં રમઝટ ગ્રુપના આયોજિત ગરબામાં બબાલ

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, ક્યાં અપાયું છે એલર્ટ

આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદ વિલન બને તેવી શક્યતા, ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ જાણો