Navsari News/ નવસારીમાં રમઝટ ગ્રુપના આયોજિત ગરબામાં બબાલ

નવસારીમાં પહેલા નોરતે જ બબાલ જોવા મળી. માં આધ્ય શક્તિની ઉપાસનાનું પર્વ એટલે શારદીય નવરાત્રિ.

Top Stories Gujarat Others Breaking News

Navsari News: નવસારી (Navsari)માં પહેલા નોરતે જ બબાલ જોવા મળી. માં આધ્ય શક્તિની ઉપાસનાનું પર્વ એટલે શારદીય નવરાત્રિ. ગતરોજ 3ઓક્ટોબરના રોજ શારદીય નવરાત્રિ (Navratri)નો આરંભ થઈ ગયો છે. પરંતુ પ્રથમ નોરતે જ ઉલ્લાસની ઉજવણી બબાલમાં પરિણમી. નવસારીમાં પહેલા નોરતે જ ગરબાના એક સ્થાન પર મોટી બબાલ થતા ખૈલેયાઓના રંગમાં ભંગ પડ્યો. નવસારીમાં રમઝટ ગ્રુપના આયોજિત ગરબામાં બબાલ થયાના સમાચાર સામે આવ્યા.

Three-day Navratri festival organized by Marwari Yuva Manch, Round Table and Jain Social Group | ગાંધીધામમાં ગરબાની રમઝટ જામી: મારવાડી યુવા મંચ, રાઉન્ડ ટેબલ અને જૈન સોસીયલ ગ્રુપ ...

પ્રાપ્ત માહિતી મુજબ નવસારીમાં પ્રથમ નોરતે જ ગરબાનું સ્થાન રણમેદાન બન્યું. રમઝટ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં કોઈ બાબતને લઈને આયોજકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. AC ડોમ ગરબામાં પોલીસને તપાસ માટે અંદર ન પ્રવેશવા દેતાં આયોજકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. આ ઘટનામાં બાઉન્સરો પર પોલીસકર્મી‍ઓને ધકકે ચઢાવવાનો આક્ષેપ છે. પોલીસકર્મીઓ તેમને આપેલ ફરજના ભાગરૂપે નવરાત્રિમાં ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. પરંતુ ગરબાના સ્થાનો પર આયોજકો દ્વારા સહકાર ના આપતા મામલો બિચકયો. આયોજકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

Garba Places in Ahmedabad: ગરબા રમવા માટે આ છે અમદાવાદની બેસ્ટ નવરાત્રી  પ્લેસ - Best Garba Places in Ahmedabad for Navratri 2023 Celebration In  Gujarat

નોંધનીય છે કે અત્યારે રાજ્યભરમાં ધૂમધામથી નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. ગુજરાતીઓ ગરબા રમી માતા દુર્ગાની ભક્તિ કરતા હોય છે. ગામ, શેરી, સોસાયટીઓ અને મોટા પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન થતું હોય છે. રાત્રે રમાતા ગરબામાં ખૈલેયાઓની ઉજવણીમાં કોઈ અપ્રિય ઘટના ના બને માટે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને સ્વચ્છતાને લઈને ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે પોલીસને She-team તૈનાત કરાઈ છે. She-team ગરબાના સ્થાનો પર મહિલાઓ, યુવતી અને ટીનએજ છોકરીઓ સાથે છેડછાડ અથવા હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવરાત્રિમાં છુટોછવાયો વરસાદ રહેવાની સંભાવના

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, ક્યાં અપાયું છે એલર્ટ

આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદ વિલન બને તેવી શક્યતા, ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ જાણો