Aravalli News: અરવલ્લી જિલ્લા પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતાં રાજસ્થાનથી મોડાસા તરફ આવતી એક ટ્રકમાંથી 9.800 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ₹4.90 લાખ છે, જ્યારે ટ્રક સહિત કુલ ₹57.54 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી મોટી માત્રામાં ગાંજો ટ્રકમાં છુપાવીને મોડાસા લવાઈ રહ્યો છે.
એન્જિનના કવરમાં છુપાવી મોડાસા લવાતો હતો ગાંજો
આ બાતમીના આધારે અરવલ્લી LCB અને મોડાસા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. શંકાસ્પદ ટ્રકને મોડાસા પંથકમાં ચેકિંગ દરમિયાન રોકવામાં આવી. ટ્રકની તલાશી લેતાં આશ્ચર્યજનક રીતે ગાંજો ટ્રકના એન્જિનના કવરમાં અત્યંત કુશળતાપૂર્વક છુપાવીને રાખવામાં આવ્યો હતો. ગાંજો 10 જેટલા પેકેટમાં વહેંચીને પ્લાસ્ટિક અને ટેપ વડે સીલ કરાયો હતો.ગાંજો મંગાવનાર મોડાસાના રાણાસૈયદ વિસ્તાર માથી એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે.ટ્રક ચાલક અને ગાંજો પહોંચાડનાર વ્યક્તિની શોધખોળ અને ઝડપી પાડવા પોલીસે રાજસ્થાનમાં પણ તજવીજ હાથ ધરી છે.
ગાંજો લાવનાર-મંગાવનાર મોડાસાના શખ્સની ધરપકડ
માહિતી અનુસાર, આ ગાંજો રાજસ્થાનના સિરોહી-ઉદેપુર વિસ્તારમાંથી લાવવામાં આવ્યો હતો અને મોડાસા થકી ગુજરાતના અન્ય શહેરોમાં વેચાણ માટે મોકલવાનો આયોજન હતું. પોલીસે ટ્રક તેમજ ગાંજા સહિત 57.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા માલપુર વિસ્તારમાં પણ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો, જે જિલ્લામાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસની સતત કાર્યવાહી દર્શાવે છે.
આ પણ વાંચો:અરવલ્લી જિલ્લા પોલીસમાં ચીંપાયો બદલીનો ગંજીપો, 97 પોલીસ કર્મીઓની સાઘમેટે આંતરિક બદલી
આ પણ વાંચો:અરવલ્લી જિલ્લા LCB પોલીસને મોટી સફળતા
આ પણ વાંચો:અરવલ્લીના ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાને મંત્રીમંડળમાં સ્થાન
