RSS Chief Mohan Bhagwat US Visit New York : RSS ચીફ મોહન ભાગવત મંગળવારે ન્યૂયોર્ક પહોંચ્યા. આ તેમની 17 દિવસની ત્રણ દેશોની મુલાકાતનો પ્રથમ પડાવ છે. ન્યૂયોર્કના JFK એરપોર્ટ પર ભારતીય મહિલાઓએ તિલક લગાવીને તેમનું સ્વાગત કર્યું. ભાગવતનો(Mohan Bhagwat) આ પ્રવાસ RSSના શતાબ્દી વર્ષના ગ્લોબલ આઉટરીચ કાર્યક્રમ હેઠળ થઈ રહ્યો છે. RSSના 100 વર્ષ પૂરા થવાના અવસરે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમેરિકા પછી ભાગવત કેનેડા અને બ્રિટન જશે.
સંઘના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેઓ ભારતીય મૂળના લોકો અને સ્થાનિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. ભાગવત 29 ઓગસ્ટે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ‘યુનિવર્સલ વનનેસ’ કાર્યક્રમમાં ભાગ લેશે. મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ કાર્યક્રમનું આયોજન અમેરિકન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ (AHEAD) ફોરમ કરી રહ્યું છે. કાર્યક્રમમાં ભાગવતનું સંબોધન પણ થશે.

ન્યૂયોર્કના મેયર મમદાનીએ વિરોધ વ્યક્ત કર્યો
ભાગવતના(Mohan Bhagwat) કાર્યક્રમ પહેલાં ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીએ કહ્યું કે તેઓ RSSની આ રેલીનું સમર્થન કરતા નથી. જ્યારે મમદાનીને પૂછવામાં આવ્યું કે શું RSSનો કાર્યક્રમ રદ થવો જોઈએ, તો તેમણે કહ્યું- મને ખબર નથી કે કોઈ ખાનગી કાર્યક્રમને રદ કરવાનો અધિકાર શહેર પાસે છે કે નહીં. મમદાનીએ કહ્યું- હું ન્યૂયોર્કનો પ્રથમ ભારતીય-અમેરિકન મેયર છું. મારા પરિવારે મને બહુલવાદી અને ધર્મનિરપેક્ષ ભારતની તસવીર બતાવી, જ્યાં દરેક વ્યક્તિ માટે જગ્યા છે. કોઈને બહાર રાખતી વિચારધારાનો હું વિરોધ કરું છું. ન્યૂયોર્ક પણ દરેક રંગ, ધર્મ અને પૃષ્ઠભૂમિના વ્યક્તિને સમાન જગ્યા આપવામાં વિશ્વાસ રાખે છે.
Mamdani and all these socialist nuts are opposing the Madison Square Garden (MSG) event featuring Mohan Bhagwat because they oppose PM @narendramodi and the @BJP4India. That’s pretty clear. Given these nuts subscribe to the ideology of socialism, they don’t understand capitalism.… pic.twitter.com/RFIK4HKoDW
— Mary Millben (@MaryMillben) August 26, 2026
અમેરિકન સિંગર મેરી મિલબેને આરોપો પર પ્રતિક્રિયા આપી
અમેરિકી સિંગર અને એક્ટ્રેસ મેરી મિલબેને આલોચકો, ખાસ કરીને મમદાની પર નિશાન સાધ્યું છે. આફ્રિકન-અમેરિકન સિંગર મિલબેને આરોપ લગાવ્યો કે ભાગવતના(Mohan Bhagwat) વિરોધીઓ માત્ર એટલા માટે કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વિરોધી છે. મિલબેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, “મમદાની અને આ તમામ સમાજવાદી લોકો મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાનારા મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વિરોધી છે.”
આ પણ વાંચો:અમેરિકામાં RSS પર પ્રતિબંધની માગ, મોહન ભાગવતના પ્રવાસ પહેલાં USCIRFનું નિવેદન
આ પણ વાંચો:Gen-Z દેશવિરોધી નથી, તેમની ફરિયાદ વાજબી છે”: RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
આ પણ વાંચો:ડિક્ટેશન નહીં, ડિસ્કશનની જરૂર’ : મોહન ભાગવતે નવી પેઢીને લઈને આપ્યો સંદેશ
