New Delhi News: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે (Bhagwat)નવી પેઢી સાથેના સંબંધોને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે આજના યુવાનો માત્ર આદેશ માનતા નથી, પરંતુ દરેક બાબત પાછળનો તર્ક જાણવા માંગે છે. તેથી પરિવારો અને સમાજે તેમને આદેશ આપવાને બદલે સંવાદ દ્વારા માર્ગદર્શન આપવું જોઈએ. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં વિદ્યાર્થીઓ વિવિધ મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે.
નવી પેઢી સાથે સંવાદ જરૂરી, આદેશ નહીં- Bhagwat
દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં મોહન ભાગવતે (Mohan Bhagwat)જણાવ્યું કે સમય બદલાઈ ગયો છે અને આજની નવી પેઢી (New Generation)દરેક વાતને સમજવા અને તેના પાછળનો તર્ક જાણવા ઇચ્છે છે. તેમણે કહ્યું કે યુવાનોને માત્ર આદેશ આપવાથી તેઓ સાચી દિશામાં આગળ વધી શકશે નહીં. તેમની સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરીને અને તેમના પ્રશ્નોના જવાબ આપીને જ વિશ્વાસનું વાતાવરણ ઊભું કરી શકાય છે. તેમણે ઉમેર્યું કે મનમાની અથવા શક્તિના આધારે કોઈ પર પોતાનો વિચાર લાદી શકાય નહીં. સંવાદ અને સમજણ જ સમાજને આગળ લઈ જવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
બદલાતા સમય સાથે બદલાયો પરિવારનો માહોલ
મોહન ભાગવતે પોતાના બાળપણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અગાઉના સમયમાં માતા-પિતા જે કહેતા હતા તેને અંતિમ માનવામાં આવતું હતું. બાળકો કોઈ પ્રશ્ન પૂછતા નહોતા અને માતા-પિતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. પરંતુ આજના સમયમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. નવી પેઢી દરેક બાબતે પ્રશ્નો પૂછે છે અને યોગ્ય કારણ જાણવા માંગે છે. તેમણે કહ્યું કે આ બદલાવને સ્વીકારીને પરિવારે બાળકો સાથે વધુ સમય વિતાવવો અને તેમની વાત પણ ધ્યાનથી સાંભળવી જોઈએ.
‘ડિક્ટેશન નહીં, ડિસ્કશનની જરૂર’
RSS પ્રમુખે (RSS Chief)ભારપૂર્વક જણાવ્યું કે આજના સમયમાં ‘ડિક્ટેશન નહીં, ડિસ્કશનની જરૂર છે.’ તેમના મતે પરિવારો (Family)માં પરસ્પર સંવાદ પહેલાની સરખામણીમાં ઘટ્યો છે, જેના કારણે પેઢી વચ્ચે અંતર વધી રહ્યું છે. તેમણે કહ્યું કે યુવાનોને જાગૃત બનાવવા માટે તેમને આદેશ આપવાને બદલે ચર્ચા કરવી, તેમની લાગણીઓ સમજવી અને યોગ્ય દિશા બતાવવી જરૂરી છે. સતત સંવાદથી જ પરિવારમાં વિશ્વાસ વધશે અને યુવાનો સમાજ પ્રત્યે વધુ જવાબદાર બનશે.
આ પણ વાંચો:‘મતભેદ હોઈ શકે છે, મનભેદ નહીં’, RSS વડા મોહન ભાગવતે ભાજપ અને સંઘ અંગે શું કહ્યું…
આ પણ વાંચો:RSSના વડા મોહન ભાગવતે મહાકુંભમાં હાજરી કેમ ન આપીઃ રાઉતનો સવાલ
આ પણ વાંચો:ઝારખંડમાં આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, ‘પ્રગતિનો કોઈ અંત નથી, હજુ ઘણું કરવાનું બાકી છે…’
