જેલમુક્તિ/ ભાજપના ધારાસભ્ય ટી રાજાને મળ્યા જામીન, મોહમ્મદ પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી માટે આજે કરી હતી ધરપકડ

મોહમ્મદ પંગબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર તેલંગાણાના બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહને કોર્ટે જામીન આપ્યા છે.  અને તાત્કાલિક મુક્ત કરવા આદેશ કર્યો હતો

Top Stories India

મોહમ્મદ પંગબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર તેલંગાણાના બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહને કોર્ટે જામીન આપ્યા છે.  અને તાત્કાલિક મુક્ત કરવા આદેશ કર્યો હતો. આ પછી પોલીસે તેમને છોડી દીધા હતા. તેલંગાણા પોલીસે આજે તેમની ધરપકડ કરી હતી. આ પછી, પાર્ટીએ તેમને વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં સસ્પેન્ડ કરી દીધા. આ સાથે પાર્ટીએ તેમને કારણ દર્શાવતી નોટિસ પણ પાઠવી છે કે તેમને પુછવામાં આવ્યું છે કે પાર્ટીમાંથી તેમને કેમ હાંકી કાઢવામાં ન આવે.

વિવાદાસ્પદ ટીપ્પણીના મામલો ત્યારે વેગ પકડ્યો જ્યારે હૈદરાબાદમાં ઘણા લોકોએ તેમની ધરપકડની માંગ સાથે ધરણા કર્યા. આ મામલામાં એફઆઈઆર નોંધાયા બાદ સિંહને પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પછી ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના ગોશામહલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ટી રાજા સિંહ તેમના કટ્ટર ધાર્મિક રેટરિક માટે જાણીતા છે અને આ કારણે તેઓ ચર્ચામાં રહે છે. ભાજપના ધારાસભ્યએ સોમવારે સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી અને એક વિશેષ ધર્મની ટીકા કરતો એક વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં સિંહ કથિત રીતે એક ખાસ ધર્મ વિરુદ્ધ કેટલીક ટિપ્પણી કરતા જોવા મળે છે. નોંધનીય છે કે ફારૂકીએ તાજેતરમાં હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું.

સિંહના સમર્થકોનો દાવો છે કે તેમણે તેમની ટિપ્પણીમાં કોઈ ચોક્કસ ધર્મ અથવા ધાર્મિક વ્યક્તિનું નામ લીધું નથી. નોંધનીય છે કે, થોડા મહિનાઓ પહેલા, ભાજપે તેના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા અને પાર્ટીના દિલ્હી યુનિટના મીડિયા પ્રભારી નવીન કુમાર જિંદાલને પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

આ નેતાઓના નિવેદનોને લઈને ભારત ઉપરાંત વિદેશોમાં પણ દેખાવો થયા હતા. ઘણા ઈસ્લામિક દેશોએ પણ આની સામે વાંધો ઉઠાવ્યો હતો અને આ મુદ્દો ભારત સમક્ષ સત્તાવાર રીતે ઉઠાવ્યો હતો. આ વિવાદ બાદ ભાજપે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું હતું કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના આદરણીય લોકોનું અપમાન સ્વીકારતું નથી.