પર્યટક સ્થળ દીવમાં ફરી કોરોનાની એન્ટ્રી
દીવના વેપારીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
18 નવેમ્બરે દીવ જાહેર થયું હતું કોરોના મુક્ત
કલેકટરે દીવને કોરોના મુક્ત થયાની કરી હતી જાહેરાત
એક વખત દીવમાં કોરોનાની એન્ટ્રીથી લોકોમાં દહેશત
પર્યટક સ્થળ દીવમાં ફરી કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે, દીવ 18 નવેમ્બરનાં રોજ કોરોના મુક્ત જાહેર થયુ હતુ. દીવનાં કલેકટર સલોની રાયે પ્રેસ કોન્ફરન્સનાં માઘ્યમથી દીવને કોરોના મુકત જાહેર કર્યું હતુ, સાથે દીવની જનતાને કોવિડ-19 ની ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક પહેરવું, વારંવાર સેનીટાઈઝર કરવું, સોશ્યલ ડિસ્ટન્સ રાખવું વગેરે તકેદારી રાખવા અપીલ કરી હતી. જો કે આજે સ્થિતિ બિલકુલ વિપરીત જોવા મળી રહી છે. આજરોજ ફરી કેસ વધતા દીવ જીલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા દીવમાં દિવાળીનાં તહેવારમાં પર્યટકોની ભીડ ઉમટી પડી હતી. જેથી સતર્કતા દાખવતા દીવ પ્રશાસન દ્વારા દરેક પર્યટકોનું સ્થળો પર સેનીટાઈઝર કરવામાં આવતુ સાથે લોકોને માસ્ક માટે પણ 500 રૂપિયા દંડ વસુલવામાં આવતો હતો. જો કે આટલી સતર્કતા છતા આજે એક પુરૂષ વેપારીમાં કોરોના પોઝીટીવ આવ્યો હતો. તેમને દીવ કોવિડ-19 હોસ્પિટલ વિભાગમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા સાથે તેમના નાના મોટા દરેક સભ્યોને પણ કોરોના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો તેમના ઘરને પણ સીલ કરવામાં આવ્યું હતુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
