Ahmedabad News/ અમદાવાદમાં ‘એન્ટી કરપ્શન ડાયરેક્ટર’નો નકલી રોફ! CCTV ફિટિંગ કરતો યુવક કારમાં બનાવટી પ્લેટ સાથે ઝડપાયો

Ahmedabad Fake Officer: શિવરંજની ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન કારમાં ‘એન્ટી કરપ્શન ડાયરેક્ટર’ની બનાવટી પ્લેટ મળી; સેટેલાઈટ પોલીસે CCTV ફિટિંગનું કામ કરતા યુવક સામે કાર્યવાહી કરી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Fake Officer: ‘એન્ટી કરપ્શન ડાયરેક્ટર’ની નકલી પ્લેટ સાથે યુવક ઝડપાયો

Ahmedabad News: શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન એક શખ્સ સરકારી અધિકારી હોવાનો ખોટો રોફ (Ahmedabad Fake Officer) જમાવતો ઝડપાયો છે. અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ટીમે શિવરંજની ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન કારના ડેશબોર્ડ પર પોલીસ અધિકારી જેવી થીમ ધરાવતી બનાવટી પ્લેટ લગાવેલી જોઈ હતી. પ્લેટ પર ‘એન્ટી કરપ્શન ફોર ડિસ્ટ્રિક્ટના ડાયરેક્ટર’ લખેલું હતું.

પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં તેની પાસે આ પ્રકારનો કોઈ સરકારી હોદ્દો કે સત્તાવાર ઓળખનો પુરાવો ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે નિર્ણયનગર વિસ્તારમાં રહેતા હિતેન્દ્ર વિઠ્ઠલ પંચાલ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Ahmedabad Fake Officer: શિવરંજની પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકા ગઈ

સેટેલાઈટ પોલીસની ટીમ શિવરંજની ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. પોલીસની નજર કારના ડેશબોર્ડ પર પડતાં ત્યાં પોલીસ વિભાગ સાથે સંકળાયેલી હોય તેવી થીમ ધરાવતી એક પ્લેટ જોવા મળી હતી. પ્લેટ પર ‘એન્ટી કરપ્શન ફોર ડિસ્ટ્રિક્ટના ડાયરેક્ટર’ (Ahmedabad Fake Officer) લખેલું હતું. આ પ્લેટ અંગે પોલીસને શંકા જતા કારચાલક હિતેન્દ્ર પંચાલની પૂછપરછ કરવામાં આવી હતી.

સરકારી અધિકારી હોવાનો રોફ, પરંતુ કોઈ પુરાવો નહીં

પોલીસની પૂછપરછ દરમિયાન હિતેન્દ્ર પંચાલ (Hitendra Panchal) સરકારી અધિકારી (Ahmedabad Fake Officer) હોવાનો રોફ જમાવતો હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસે તેના હોદ્દા અંગે સત્તાવાર પુરાવા કે ઓળખપત્ર માગતાં તે કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યો નહોતો. આથી પોલીસે પ્લેટની હકીકત અને તેનો ઉપયોગ શા માટે કરવામાં આવતો હતો તે અંગે તપાસ શરૂ કરી હતી.

CCTV કેમેરા ફિટિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું

પોલીસની પ્રાથમિક તપાસમાં હિતેન્દ્ર પંચાલ CCTV કેમેરા લગાવવાનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તે ઘરે રહીને CCTV ફિટિંગનું કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આમ છતાં, કારમાં સરકારી અધિકારી જેવી ઓળખ ઊભી કરતી પ્લેટ લગાવવામાં આવી હતી. આ પ્લેટ પાછળ ચોક્કસ હેતુ શું હતો તે જાણવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અગાઉ કોઈ સાથે ઠગાઈ કરી હતી કે નહીં?

સેટેલાઈટ પોલીસે આ મામલે હિતેન્દ્ર પંચાલ સામે સરકારી અધિકારી (Ahmedabad Fake Officer) તરીકે ખોટી ઓળખ ઊભી કરવા અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે તેણે આ બનાવટી પ્લેટનો ઉપયોગ માત્ર રોફ જમાવવા માટે કર્યો હતો કે પછી કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી, ગેરરીતિ અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:ડેપ્યુટી કલેકટર થઇ જેલના સળિયા પાછળ, નકલી અધિકારી બની સોનીને 12.38 લાખનો લગાડ્યો હતો ચૂનો

આ પણ વાંચો:વિસનગરમાં ઈન્કમટેક્સ રેડના બહાને વેપારીઓ પાસેથી લાખો રૂપિયા પડાવનારો નકલી IAS અધિકારી ઝડપાયો

આ પણ વાંચો:મહેસાણામાં 2 મહિલા સહિત નકલી GST અધિકારીઓ ઝડપાયા, CCTV આવ્યા સામે