મહેસાણા/ કરોડોના ખર્ચે સ્ટેડિયમ બનાવ્યા બાદ નિભાવણી મુશ્કેલ બની

કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમની નિભાવણી માટે ખાનગી ક્લબ  મહેસાણા નોર્થ ક્લબને ચલાવવા માટે આપવા માં આવ્યું હતું.

Gujarat Others

Mahesana News: મહેસાણા નગરપાલિકા મેદાનમાં કરોડોના ખર્ચે સરદાર પટેલ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે પણ હવે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું સ્ટેડિયમ મહેસાણા નગરપાલિકા માટે હાથી પાળવા જેવું સાબિત થઈ રહ્યું છે.કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમની નિભાવણી માટે ખાનગી ક્લબ  મહેસાણા નોર્થ ક્લબને ચલાવવા માટે આપવામાં આવ્યું હતું.

હરિયાળું મેદાન, પ્રેક્ષકો ને બેસવા સ્ટેડિયમ અને નાઈટ ટુર્નામેન્ટો રમાઈ શકે એવા લાઇટિંગ સાથે બનેલા મેદાન નું ટેન્ડર લેનાર નોર્થ કલબે પોતાનું ટેન્ડર રદ્દ કરવા અરજી આપી દીધી છે.મહેસાણા નોર્થ ક્લબ ને મહિને રૂપિયા 2.27 લાખ ભાંડું આપવા નું અને મેદાનની નિભાવણીની શરતે ટેન્ડર થી મેદાન નોર્થ કલબ ને આપવા માં આવ્યું હતું.પરંતુ ધોળા હાથી સમાન મેદાન ભાડે લેનાર નોર્થ ને નિભાવણી ખર્ચ મુશ્કેલ લાગતા પોતાનું ટેન્ડર રદ્દ કરવા અરજી આપી દીધી છે.

આમ,વાર્ષિક 27 લાખ ભાંડું અને મેદાન નિભાવણી ખર્ચ કાઢવો એજન્સી માટે કાઢવો મુશ્કેલ હતો,, તો બીજી તરફ ખાનગી એજન્સી પાસે આવક કરવા ના કોઈ ખાસ સોર્સ નથી.આ કારણે એક તરફ એજન્સી એ મેદાન નિભાવણી માટે અસમર્થતા દાખવી છે,તો બીજી તરફ મહેસાણા નગરપાલિકા એ એજન્સી ને બ્લેક લીસ્ટ કર્યા નું જાહેર કર્યું છે.

  • મહેસાણા નગરપાલિકા મેદાનનો મામલો
  • પાલિકા મેદાનમાં બનાવાયું છે સરદાર પટેલ સ્ટેડિયમ
  •  કરોડો ના ખર્ચે સ્ટેડિયમ બનાવ્યા બાદ નિભાવણી મુશ્કેલ બની
  •  નિભાવણી માટે ટેન્ડર થી ભાડે લેનાર એજન્સી પણ ભાડે લેવાની ના પાડી દીધી
  •  મહેસાણા નોર્થ ક્લબ એ ટેન્ડર લીધા બાદ ટેન્ડર રદ્દ કરવા અરજી આપી
  •  સરદાર પટેલ સ્ટેડિયમની નિભાવણી સફેદ હાથી સમાન બની


આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી

આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ

આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો