સાબરકાંઠા/ ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ

દર પાંચ વર્ષે યોજાતી વન્યજીવોની ગણતરી તાજેતરમાં પૂર્ણ થવા પામી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં રેન્જની ગણતરીમાં ભારે વધારો જોવા મળ્યો છે.

Gujarat Others
YouTube Thumbnail 52 3 ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ
  • સાબરકાંઠા જિલ્લામાં રેન્જની સંખ્યામાં નોંધાયો ઘણો મોટો વધારો
  • રેન્જમાં વધારો થતાં વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ
  • સાબરકાંઠા જિલ્લામાં નોંધાયા 30 જેટલા રીંછ, તે પૈકી 28 વિજયનગર
  • વન વિભાગ દ્વારા રીંછ માટે તમામ જરૂરિયાત માટેના કરાયા પ્રયાસો

Sabarkantha News: ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં ચાલતી વન્ય પશુઓની ગણતરી તાજેતરમાં પૂર્ણ થવા પામી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં રેન્જની સંખ્યામાં ઘણો મોટો વધારો નોંધાયો છે જેના પગલે વન્ય જીવ પ્રેમીઓ માટે ભારે આનંદ છવાયો છે. સાબરકાંઠા જિલ્લામાં 30 જેટલા રીંછ નોંધાયા છે જે પૈકી 28 જેટલા  રીંછ તો માત્ર વિજયનગરમાં જોવા મળ્યા છે…સાબરકાંઠા વન વિભાગ દ્વારા રીંછ માટે અનુકૂળ વાતાવરણ સહિત ખોરાક માટેની સરળતા મળી શકે તે પ્રકારના વૃક્ષો નું વાવેતર તેમજ પાણીની સુલભતા મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

દર પાંચ વર્ષે યોજાતી વન્યજીવોની ગણતરી તાજેતરમાં પૂર્ણ થવા પામી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં રેન્જની ગણતરીમાં ભારે વધારો જોવા મળ્યો છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તેમજ પોશીના તાલુકામાં એકલ દોકલ રીંછ જોવા મળતા હતા જોકે આ વર્ષે યોજાયેલી વન્યજીવોની ગણતરીમાં પોશીના સહિત વિજયનગરમાં 30 જેટલા રીંછ ની નોંધણી શક્ય બની છે જેમાં સાબરકાંઠા વન વિભાગ દ્વારા રીંછ માટે અનુકૂળ વાતાવરણ સહિત ખોરાક માટેની સરળતા મળી શકે તે પ્રકારના વૃક્ષો નું વાવેતર તેમજ પાણીની સુલભતા મળી રહે તે માટે કરાયેલો પ્રયાસ પાયા રૂપ માનવામાં આવી રહ્યો છે જોકે ગુજરાત તેમજ રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલા વિજયનગર તેમજ પોશીના તાલુકા ઓમાં અરવલ્લીની હાર મારા સહિત ઘાટ જંગલ હોવાના પગલે પણ રેન્જની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

જોકે રીંછનો વધારો એ પોલો ફોરેસ્ટ સહિત જિલ્લાના વન પ્રેમીઓ માટે પણ આનંદના સમાચાર બની રહ્યા છે ત્યારે આગામી સમયમાં અન્ય જિલ્લાઓ માટે પણ ઘટતા જતા રીંછ ની સંખ્યા સામે સાબરકાંઠા જિલ્લામાં રીંછ ની સંખ્યા વધે તો સાબરકાંઠા જિલ્લા વન વિભાગ સહિત વન્ય પ્રેમીઓ માટે પણ મહત્વની બાબત બની રહે છે.


whatsapp ad White Font big size 2 4 ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ


આ પણ વાંચો:જૂનાગઢ અને અમરેલીમાં ભાદરવાના અંતે અષાઢી માહોલ, ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી જ પાણી

આ પણ વાંચો:જમવાનું બનવાની ના પડતા પતિએ પત્નીનું કાપ્યું ગળું અને પછી કર્યું એવું કે….

આ પણ વાંચો:સામાન્ય ઝગડામાં બે ભાણેજોએ સગા મામાની કરી હત્યા

આ પણ વાંચો:HCએ સેન્સર બોર્ડને ફિલ્મ ‘ગુથલી લાડુ’માંથી ‘જ્ઞાતિવાદી અપમાન’ દૂર કરવાની માગ પર નિર્ણય લેવા આપ્યો નિર્દેશ