#gujarat/ વડોદરા જીલ્લામાં સ્વાઇન ફ્લુથી થયા બે લોકોના મોત

વડોદરામાં સ્વાઈન ફલુનો કાળો કહેર. વડોદરા જિલ્લામાં શિનોરના મીઢોળ ગામમાં સ્વાઈન ફ્લૂથી બે લોકોના મોત નિપજયા છે.

Top Stories Gujarat Vadodara
Beginners guide to 2024 04 11T170053.797 વડોદરા જીલ્લામાં સ્વાઇન ફ્લુથી થયા બે લોકોના મોત

વડોદરામાં સ્વાઈન ફલુનો કાળો કહેર. વડોદરા જિલ્લામાં શિનોરના મીઢોળ ગામમાં સ્વાઈન ફ્લૂથી બે લોકોના મોત નિપજયા છે. બંને વ્યક્તિઓ સરકારી દવાખાનમાં સારવાર હેઠળ હતા. સ્વાઈન ફુલથી બે લોકોના મોત થતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું અને મીઢોળ ગામમાં ઘરે ઘરે સર્વે હાથ ધર્યો છે.

રાજ્યમાં રોગચાળાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. પાણીજન્ય રોગચાળાના કારણે પણ લોકો બીમાર પડી રહ્યા છે. દવાખાનામાં કોલેરા, ટાઈફોઈડ અને સ્વાઈનફલૂના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સુરતમાં ઝાડા-ઉલટી જેવી સામાન્ય સમસ્યામાં એક મહિલા અને એક બાળકનું મોત થયું છે.

રાજ્યમાં દરરોજ વાયરસ સંબંધિત કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ આઈસ ફેકટરીઓ, પાણીપુરી તેમજ શંકાસ્પદ સ્થાનોની ચકાસણી હાથ ધરી છે. સરકારી હોય કે ખાનગી દવાખાનાઓમાં શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસો વધ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીનું કહેવું છે કે પ્રદૂષિત પાણીના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. હોસ્પિટલોમાં ઝાડા-ઉલટી, કમળા અને ટાઈફોઈડની સાથે સિઝનલ ફલૂના કેસમાં વધારો જોવા મળ્યો છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

આ પણ વાંચો: પુલ નહીં તો મત નહિં સાથે વિરોધ, 2 વર્ષ પહેલા કાવેરી નદીનો પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો

આ પણ વાંચો:ડાંગમાં એરગન સાથે પાંચ ઝડપાયા