Rohan Gupta/ કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

કોંગ્રેસના રોહન ગુપ્તા ભાજપમાં વિધિવત જોડાયા છે. આમ ગુજરાત કોંગ્રેસના વધુ એક ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસે તેમને અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપી હતી.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 27 કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

નવી દિલ્હીઃ કોંગ્રેસના રોહન ગુપ્તા ભાજપમાં વિધિવત જોડાયા છે. આમ ગુજરાત કોંગ્રેસના વધુ એક ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસે તેમને અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપી હતી. તે સમયે તેમણે પિતાની નાદુરસ્તીનું કારણ હાથ ધરીને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો. તેની સાથે જે પણ ઉમેદવાર હશે તેને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

તેઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને નિષ્ક્રીય થઈ ગયા ન હતા. પણ તેઓ દિલ્હી જઈ ભાજપની કચેરીએ ગયા હતા અને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આમ નખશિખ કોંગ્રેસી રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તા ભાજપમાં જોડાતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ રહી ચૂક્યા હતા. તેમણે રાજીનામુ આપી ભાજપમાં જોડાયા બાદ પક્ષના વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મારા માટે અને મારા કુટુંબ માટે આ કપરો કાળ છે. વ્યક્તિગત જીવનમાં સિનિયર નેતાઓએ આરોપ મૂક્યા પછી છેલ્લા ત્રણ દિવસથી છબી ખરાડવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે એક અહંકારી નેતાના વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યુ છે. મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે. મારે મારો અવાજ ઉઠાવવો જરૂરી છે. મારી નમ્રતાને નબળાઈ ન ગણવી જોઈએ. મેં મારી ઉમેદવારી પરત ખેંચીને રાજીનામાનો અઘરો નિર્ણય લીધો હતો.

રોહન ગુપ્તા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા તે પહેલા સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન તરીકે કાર્યરત હતા. ગુજરાતના પીઢ કોંગ્રેસ નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તાએ પુણેની ખાનગી કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેઓ 2012માં કોંગ્રેસમાં સામેલ થયા હતાઅને વિવિધ હોદ્દાઓ પર કામ કર્યુ હતું. તેમણે વર્ષો સુધી વિવિધ હોદ્દાઓ પર મહત્વની ભૂમિકા ભજવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના

આ પણ વાંચોઃ Social Problem/સેશન્સ કોર્ટનો અનોખો આદેશઃ માતા બાળકોને ઓનલાઇન જ મળી શકશે