Weather News/ ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

અત્યારે લોકો કાળઝાળ ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે હવામાન વિભાગે ……………….

Gujarat Top Stories
Beginners guide to 2024 04 11T081728.304 ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

Gujarat Weather News: રાજ્યમાં કેટલાય સમયથી હવામાનમાં વધુ ફેરફાર થઈ રહ્યા છે. ઉનાળાની ઋતુમાં હળવો વરસાદ પડવાથી ચોમાસુ બેસી ગયું હોવાનું પણ જોવા મળે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠાની સંભાવના જોવા મળી શકે છે. 13 થી 16 એપ્રિલ સુધી સામાન્ય વરસાદની આગાહી રહેશે.

અત્યારે લોકો કાળઝાળ ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જી હા, ગુજરાતમાં ફરી એકવાર માવઠાની શક્યતા વર્તાતા ગરમીમાં ઘટાડો થશે. લોકોને ગરમીથી થોડીક રાહત મળવાનું જણાઈ આવે છે. આગાહી પ્રમાણે આગામી 13 થી 16 એપ્રિલ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેશે. કેટલાક જીલ્લાઓમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને પાક સાચવવાની સલાહ આપવામાં આવી રહી છે.

13 એપ્રિલે સુરત, વલસાડ અને નવસારીમાં તો ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ જોવા મળશે. 14 થી 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જીલ્લામાં માવઠાની સંભાવના છે. તો દરિયાના કાંઠા વિસ્તારોમાં વરસાદથી ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. એકાએક વરસાદ પડતાં ગરમી વધુ લાગતી હોવાનું જણાશે. હવામાનમાં ફેરબદલ થતાં લોકોને ગરમીની સાથે વરસાદ પણ જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચો:હવે લગ્નજીવનના વિખવાદો માટે લોક અદાલત

આ પણ વાંચો:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, કરશે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર