- તાપી:કાર અકસ્માતમાં બાળકી સહિત 3ના મોત
- કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત
- સોનગઢ નજીક સર્જાયો કારનો ગોઝારો અકસ્માત
- સાપુતારા તરફથી આવતી કાર ઝાડ સાથે અથડાઇ
Tapi News: રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ બાદ હવે તાપીમાં કાર અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક બાળકીએ પણ જીવ ગુમાવ્યો છે.મળતી માહિતી અનુસાર, સોનગઢ નજીક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો છે.
આ પહેલા આજે રાજકોટના ધોરાજીમાં અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. માંડાસણથી ધોરાજી તરફ જતી કારનો અકસ્માત થયો છે. ભાદર ડેમમાં કાર ખાબકતાં મોત થયા છે. તેમાં એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સ્થાનિકોમાં પણ શોક વ્યાપી ગયો છે. જેમાં ત્રણ મહિલા, 1 પુરુષનું અકસ્માતમાં મોત થયુ છે. મૃતકના નામ સામે આવ્યા છે. જેમાં સંગીતાબેન કોયાણી 55, લીલાવંતી બેન ઠુંમ્મર 52, દિનેશભાઈ ઠુંમ્મર 55 તેમજ હાર્દિકાબેન ઠુંમ્મર 22 વર્ષ છે.
આ પણ વાંચો:સમલૈંગિક યુવકને સંબંધ બાંધવા બોલાવી બ્લેકમેલ કરી માંગ્યા 2.50 લાખ અને પછી થયું આવું…
આ પણ વાંચો:ધોરાજી ભાદર નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા ચાર લોકોના કરુણ મોત
આ પણ વાંચો:બેફામ દોડતા વાહનોને બ્રેક મારવાનો AMCનો રમ્બલ સ્ટ્રિપનો ઉપાય કેટલો કારગર નીવડશે?
આ પણ વાંચો:ભાજપ બીજા રાજકીય આગેવાનોને ડરાવીને તેમનામાં સામેલ કરે છેઃ મુકુલ વાસનિક