Congress-Gujarat/ ભાજપ બીજા રાજકીય આગેવાનોને ડરાવીને તેમનામાં સામેલ કરે છેઃ મુકુલ વાસનિક

ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે ભાજપ બીજા રાજકીય પક્ષોના આગેવાનોને ડરાવીને તેમના પક્ષમાં સામેલ કરે છે. ભાજપમાં આવેલી ભરતી કંઈ તેમની વિચારધારાને આભારી નથી, પરંતુ ઇડી અને સીબીઆઇના ડરને આભારી છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 8 ભાજપ બીજા રાજકીય આગેવાનોને ડરાવીને તેમનામાં સામેલ કરે છેઃ મુકુલ વાસનિક

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે ભાજપ બીજા રાજકીય પક્ષોના આગેવાનોને ડરાવીને તેમના પક્ષમાં સામેલ કરે છે. ભાજપમાં આવેલી ભરતી કંઈ તેમની વિચારધારાને આભારી નથી, પરંતુ ઇડી અને સીબીઆઇના ડરને આભારી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપને પોતાના બળે બહુમતી મેળવવાનો વિશ્વાસ નથી તેથી જ તે બીજા રાજકીય પક્ષોના નેતાઓને સામેલ કરી રહ્યું છે. તેઓ હાલમાં અમદાવાદ આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે આજે ભાજપે તેમના પક્ષને કોંગ્રેસી આગેવાનોથી ભરી દીધો છે. ભાજપ કોંગ્રેસમુક્ત ભારત કરવા જતાં-જતાં કોંગ્રેસયુક્ત ભાજપ થઈ ગયું છે. આસામમાં ભાજપના મુખ્યમંત્રી હિમન્તા બિસ્વા સરમા કોંગ્રેસના મૂળના છે. આ ઉપરાંત ભાજપે કર્ણાટકમાં યેદિયુરપ્પાના સ્થાને જેમને સીએમ બનાવ્યા હતા તેમનું ગોત્ર પણ મૂળ તો કોંગ્રેસનું જ હતુ.

આ બતાવે છે કે ભાજપ પાસે સારા રાજકીય આગેવાનોની કેટલી ખોટ છે કે તેણે કોંગ્રેસમાંથી તેને આયાત કરવા પડી રહ્યા છે. શું ભાજપને ચૂંટણી જીતવા માટે પોતાની કેડર પર ભરોસો નથી, તેણે કેમ સામ,દામ દંડ અને ભેદ વડે કોંગ્રેસ અને બીજા પક્ષોના નેતાઓને તેના પક્ષમાં સમાવવા પડે છે.

ભાજપ પોતે જ હિંદુત્વની વિચારધારામાં માને છે અને તેના આધારે તેને બહુમતી મેળવી છે તો પછી તેને કોંગ્રેસની ટેકણલાકડીની કેમ જરૂર પડે છે. આગામી દિવસોમાં ભાજપમાંથી ચૂંટણી લડનારા અડધા ઉપરાંતના નેતાઓ કોંગ્રેસના જ હશે તો આશ્ચર્ય નહી થાય, પછી તે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય કે રાજ્યસભા. ગુજરાતમાં ભાજપમાંથી રાજ્યસભામાં ગયેલા નરહરિ અમીન કોંગ્રેસના જ છે. ગુજરાતમાં કોંગ્રેસના હવે ચાર જ બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે અને તેની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..

આ પણ વાંચોઃ Exam-Malpractices/દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં ગેરરીતિના 400 કેસ પકડાયા

આ પણ વાંચોઃ lemon price rise reason/લીંબુના ભાવનો હનુમાન કૂદકોઃ કિલોના 40થી 200 રૂપિયા

આ પણ વાંચોઃ Stamp Duty/જંત્રીમાં વધારાના પગલે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ધરખમ વધારો