Mahesana News: પ્રેમમાં માણસ ગમે તે હદ વટાવી દેતો જોવા મળ્યો છે. ત્યારે મહેસાણામાં એક યુવાને પ્રેમિકાને બંને હાથે બચકા ભર્યા હોવાનું ખુલ્યું છે. આયુષ ઉર્ફે અક્ષય નામના યુવાને ધમકી આતા યુવતીએ મહેસાણા બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહેસાણામાં પ્રેમમાં પાગલ એક યુવાને અન્ય યુવાન સાથે વાત કરવા બદલ પ્રેમિકાના બંને હાથે બચકા ભર્યા હોવાનું ખુલ્યું છે. માહિતી મુજબ આયુષ ઉર્ફે અક્ષય નામના યુવાને પ્રેમિકાને નંબર બદલવાનું કહ્યું હતું પરંતુ યુવતીએ નંબર બદલ્યો ન હતો તેમ જાણવા મળ્યું છે. યુવાને યુવતીને ધમકી આપી હતી કે અન્ય યુવાન સાથે વાત કરીશ તો મારી નાંખીશ.
ઘાયલ યુવતીએ મહેસાણા બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આયુષ ઉર્ફે અક્ષય નામના યુવાન સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ
આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ