Rupala-Rupani/ ક્ષત્રિય વિવાદની અસરઃ પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં ફેરફાર

પરસોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટાપાયા પર ફેરફાર થયો છે. પ્રચાર ટીમના સારથિ અને કોર ટીમમાં પણ મોટાપાયા પર ફેરફાર થયો છે. પરસોત્તમ રૂપાલાની ટીમમાં રૂપાણી જૂથની એન્ટ્રી થઈ છે.

Top Stories Gujarat Rajkot
Beginners guide to 2024 04 07T122832.698 ક્ષત્રિય વિવાદની અસરઃ પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં ફેરફાર

રાજકોટઃ પરસોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટાપાયા પર ફેરફાર થયો છે. પ્રચાર ટીમના સારથિ અને કોર ટીમમાં પણ મોટાપાયા પર ફેરફાર થયો છે. પરસોત્તમ રૂપાલાની ટીમમાં રૂપાણી જૂથની એન્ટ્રી થઈ છે. તાજેતરમાં જ રૂપાણીએ રૂપાલાના સમર્થનમાં નિવેદન કર્યુ હતુ ત્યારે જ આ અંગેનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટો ફેરફાર થયો છે. રૂપાલાના વિવાદમાં ડેમેજ કંટ્રોલ કરવામાં તેમની પ્રચાર ટીમે કોઈ ખાસ ભૂમિકા ભજવી ન હોવાનું મોવડીમંડળના ધ્યાન પર આવ્યું છે. ક્ષત્રિય વિવાદમાં રૂપાલાના બચાવમાં તેમની પ્રચાર ટીમ નિષ્ફળ ગઈ હતી. તેઓ રૂપાલાની વાત ક્ષત્રિયો સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી શક્યા ન હતા. આમ રૂપાલાની ટીમમાં હવે સોમવારથી નવા ચહેરા જોવા મળશે.

રૂપાલા રવિવારે સુરત ખાતેના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ક્ષત્રિય વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલા સુરતની મુલાકાતે છે. તેઓ પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહેશે. રાજકોટના અલગ-અલગ તાલુકાના લોકો તેમનું સન્માન કરશે. પરશોત્તમ રૂપાલા વિવાદ થયો તેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે અને રૂપાલાએ માંગેલી માફીને બાદ કરતાં ગુજરાત ભાજપના બીજા કોઈપણ આગેવાનોનુ જાહેર નિવેદન આવ્યું નથી તે આશ્ચર્યજનક છે. ભાજપમાં સામાન્ય રીતે આવું જોવા મળતું નથી. રૂપાલાના વિવાદમાં ફક્ત ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી જ તેમના બચાવમાં જાહેરમાં આવ્યા અને બાકીના બધા નેતાના મૌનની ભાજપ હાઇકમાન્ડે પણ નોંધ લીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ