ahmedabad fire/ અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલી બિલ્ડિંગમાં આગ લાગતા ભયનો માહોલ

અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે આવેલી અવધ આર્કેડ બિલ્ડિંગની બેઝમેન્ટની લિફ્ટ આગ લાગતા ભયનો માહોલ સર્જાયો છે. તેના લીધે બિલ્ડિંગ રીતસરનો અફડાતફડીની સ્થિતિ છે. બિલ્ડિંગમાં અમુક લોકો ફસાયો હોવાની સંભાવના છે. અમુક લોકોએ હોટેલની બહાર છલાંગ મારીને આગથી પોતાનો જીવ બચાવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે આવેલી Ahmedabad Fire અવધ આર્કેડ બિલ્ડિંગની બેઝમેન્ટની લિફ્ટ આગ લાગતા ભયનો માહોલ સર્જાયો છે. તેના લીધે બિલ્ડિંગ રીતસરનો અફડાતફડીની સ્થિતિ છે. બિલ્ડિંગમાં અમુક લોકો ફસાયો હોવાની સંભાવના છે. અમુક લોકોએ હોટેલની બહાર છલાંગ મારીને આગથી પોતાનો જીવ બચાવ્યો છે.

હોટેલમાં આગ લાગવાના પગલે ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે Ahmedabad Fire પહોંચી ગઈ છે. તેણે આગ બૂઝાવવાની સાથે હોટેલમાં ફસાયેલાઓને બચાવવા બચાવ કામગીરી હાથ ધરી છે. ફાયર બ્રિગેડે અત્યાર સુધીમાં બે લોકોને બચાવ્યા છે. ફાયરબ્રિગેડ વિભાગ હાઇડ્રોલિક સીડી સાથે પહોંચ્યું છે. આગ લાગી તે બિલ્ડિંગ પાંચ માળનું છે. આ બિલ્ડિંગમાં અવધ હોટેલ ઉપરાંત બીજી અનેક ઓફિસો આવી છે અને અન્ય કોમર્સિયલ એકમો પણ આવ્યા છે.

આગ બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી છે. બેઝમેન્ટમાં આગ લાગતા Ahmedabad Fire ધુમાડો ઉપર આવ્યો છે. પહેલા માળે કાચ તોડીને ધુમાડાનો નિકાલ કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના દસ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બિલ્ડિંગમાંથી બે મહિલા સહિત ચાર લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. આગ લાગવાના કારણોની હજી સુધી ખબર પડી નથી, પણ મુખ્યત્વે શોર્ટસર્કિટના લીધે આગ લાગી હોવાનું કહેવામાં આવે છે. અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. હોટેલમાં ફસાયેલાઓને બચાવવાની કામગીરી જારી છે.

 

આ પણ વાંચોઃ અમદાવાદ/મણિનગરમાં આરોપીએ લૂંટના ઇરાદે ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ,આરોપી પોલીસના સંકજામાં

આ પણ વાંચોઃ સાવધાન/અમદાવાદમાં લાલચ આપી વ્યક્તિ સાથે કરાઈ કરોડો રૂપિયાની છેતરપિંડી, તમે પણ બની શકો છો…

આ પણ વાંચોઃ બનાસકાંઠા/સ્વતંત્રતા પર્વના દિવસે અંબાજીમાં રાજકોટના માઇ ભક્તે કર્યું સોનાનું દાન

આ પણ વાંચોઃ નિર્લજ્જ બેંક મેનેજર/જામનગરની આ બેંકમાં મેનેજરે લેડીઝ વોશરૂમમાં લગાવ્યા સ્પાય કેમેરા

આ પણ વાંચોઃ  CM-Independence Day/વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી શરૂઃ સીએમ ભુપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ