અંબાજી મંદિરમાં અનેક માઇ ભક્તો સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમનું દાન કરી ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિરમાં રાજકોટના એક માઇ ભક્તે સોનાનું ગુપ્ત દાન કર્યું છે. સોનાના દાનમાં કુલ લગડી 9 દાન કરી છે. જેનું કુલ વજન 558 ગ્રામ છે.
શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધાળુઓએ દાનની સરવાણી વહાવી રહ્યાં છે, જે પ્રકારે શક્તિપીઠ અંબાજીનો વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ માના દર્શન કરી રહ્યા છે ત્યારે માનો ભંડારો પણ ભક્તોએ છલકાયો છે. રાજકોટના પરિવારે સોનાનું દાન કર્યું છે જેની કુલ કિંમત 33.48 લાખ છે.
રાજકોટના એક માઇ ભક્ત દ્વારા સોનાનું મોટું દાન કરવામાં આવ્યું છે. આ માઈભક્તે અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનાનું દાન કર્યું છે, જેની બજાર કિંમત 33 લાખ 48 હજારની આસપાસ થાય છે. રાજકોટના માઇ ભક્તે સોનાના બિસ્કીટ ભેટ સ્વરૂપે અંબેને અર્પણ કર્યા છે. ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં 15મી ઓગસ્ટે મોટું દાન કર્યું છે.
રાજકોટના અન્ય માઇ ભક્તો દ્વારા અંબાજી મંદિરના શિખર ઉપર ધજા પણ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત મ્યુનિસિપાલટી ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, અમે અવારનવાર માતાજીના દર્શન કરવા આવ્યા છીએ અને દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ. આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના પર્વે અંબાજી મંદિરના દર્શન કર્યા અને મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી.