કૌભાંડ/ રાજકોટમાં સરકારી દવા વેચવાના કૌભાંડમાં સામે આવ્યું સિવિલનું કનેક્શન

રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક આર.એસ.ત્રિવેદીનું નિવેદન સામે આવ્યુ છે કે  અમારે GMSCLના ગોડાઉનમાંથી જ દવા આવતી હતી.

Gujarat Rajkot
Untitled 127 રાજકોટમાં સરકારી દવા વેચવાના કૌભાંડમાં સામે આવ્યું સિવિલનું કનેક્શન

રાજકોટમાં દવાઓને વહેંચવા મામલે જે બનાવ બન્યો હતો.તેમાં હવે રાજકોટની સિવિલનું કનેક્શન સામે આવ્યું છે.હોસ્પિટલની સંડોવણી થવાની પ્રબળ સંભાવનાઓ સેવાય રહી છે.ત્યારે સિવિલના સ્ટોર ઈન્ચાર્જ અને ફાર્માસિસ્ટ પણ આરોપીના સંપર્કમાં હોવાનું ખુલાસો થયો છે.વધુમાં જાણવા મળ્યુ છે કે દવાઓની કૃત્રિમ અછત ઉભી કરી દવાઓ ખરીદવામાં આવતી હતી.જે બાદ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક આર.એસ.ત્રિવેદીનું નિવેદન સામે આવ્યુ છે કે  અમારે GMSCLના ગોડાઉનમાંથી જ દવા આવતી હતી.જ્યારે દવાની ઘટ આવે અને દર્દીઓને તકલિફ પડે ફક્ત ત્યારે જ એજન્સીમાંથી દવા ખરિદવામાં આવે છે..અને જેમાં 10 હજારની મર્યાદામાં ખરીદી કરવાની સત્તા હોસ્પિટલ પાસે હોય છે.

ત્રણ દિવસ પહેલા રાજકોટમાં ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમિટેડના ગોડાઉનમાંથી સરકારી દવા બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ગોડાઉનના મેનેજર પ્રતિક રાણપરા દવા વેચવાનું રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. બજારમાંથી ખરીદેલી દવાનો સ્ટોક ચોપડે ચડી ગયા પછી સ્ટીકર ઉખેડી કાઢતો હતો અને ખિસ્સા ભરતો હતો. જેની જાણ થતાં અધિકારીઓ રાજકોટ દોડી આવ્યા હતા તપાસ કરી હતી.

તપાસ દરમિયાન ગોડાઉનના મેનેજર પ્રતીક રાણપરાના થેલામાંથી બે અલગ-અલગ વાઉચર અને ખાનગી હેલ્થકેરની પહોંચ મળી. આ હેલ્થકેર પ્રતિક અને તેની પત્ની ચલાવતા હતા. સરકારી દવા હેત્વિક હેલ્થ કેરમાં વાઉચર ઉપર વેચી દેતા હોવાનું  સામે આવ્યું છે. મહત્વનું છે કે MRP વાળી દવા પર સ્ટીકર લગાવનારે મોટા ખુલાસા કર્યા. દવા રાખવાના કોલ્ડ સ્ટોરેજમાં સ્ટીકર લગાવતા હતા. સ્ટીકર લગાવવાના 250 રૂપિયા અપાતા હતા.

આ પણ વાંચો:સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ

આ પણ વાંચો:8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત

આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!