ગમખ્વાર અકસ્માત/ હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!

હરિયાણાના ઝજ્જર જિલ્લામાં KMP એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના મોત થયા છે.

Top Stories Gujarat Others

હરિયાણાના ઝજ્જર જિલ્લાના બદલી અને બુપનિયા ગામ વચ્ચે કુંડલી-માનેસર-પલવલ (KMP) એક્સપ્રેસવે પર ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. જીવ ગુમાવનારા તમામ લોકો ગુજરાતના મહેસાણા જિલ્લાના રહેવાસી હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ યુવકો ગાયોની ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સવારે 7 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે કાર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. બદલી અને બુપનિયા ગામ વચ્ચે પેટ્રોલ પંપ પાસે માનસેર બાજુથી આવતી એક કાર રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ ચાલક ટ્રક મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ગુજરાત નંબરવાળી આ સફેદ રંગની ક્રેટા કાર કુંડલી તરફ જઈ રહી હતી. કારમાં કુલ પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી ચારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક ગંભીર રીતે ઘાયલને પીજીઆઈએમએસ રોહતકમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બાદમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બહાદુરગઢ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ