ક્રાઈમ/ જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસેથી 8 કરોડની ખંડણીની માગણી કરતા ઇસમોને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા છે.

Top Stories Gujarat Surat
Untitled 44 1 જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો...

@અમિત રૂપાપરા 

ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે અપમાનજનક, ઉશ્કેરણી જનક તથા બદનક્ષીકારક શબ્દોનો ઉપયોગ કરી અન્ય રાજકીય પાર્ટીઓના સંપર્કમાં રહી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસેથી 8 કરોડની ખંડણીની માગણી કરતા ઇસમોને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ સિનિયર નેતાઓ વિશે અપમાનજનક મુશ્કેલી જનક તથા બદનક્ષી કારક શબ્દોનો પ્રયોગ કરી વિડીયો બનાવી આ વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરી નેતાઓની પ્રતિષ્ઠાને હાનીપહોંચાડી જાહેરમાં સુલેહ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર અને અન્ય રાજકીય પાર્ટીના સંપર્કમાં હોવાનું જણાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 8 કરોડ રૂપિયાની ખંડણી માગી ગુનો આચારનાર જીતેન્દ્ર શાહ નામના ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. આ ફરિયાદમાં ખંડણી અંગેની કલમોનો પણ ઉમેરો સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.

24 જુલાઈ 2023ના રોજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા આરોપીને પકડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અમદાવાદના ભોળાદ ખાતેથી તથા ચોટીલા ખાતેથી જિનેન્દ્ર શાહ અને વિજય ઉર્ફે વિજયસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જિનેન્દ્ર શાહ કે, જે મૂળ સરધાર રાજકોટનો રહેવાસી છે. તેની ધરપકડ 25-07/2023ના રોજ કરવામાં આવી હતી અને 29 7/2023 સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂરા થયા બાદ આરોપીને લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. તો વિજય ઉર્ફે વિજયસિંહ રાજપૂતની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 2 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવી હતી અને 6 ઓગસ્ટ 2023 સુધી કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે, જિનેન્દ્ર શાહે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તથા પાર્ટીના સિનિયર નેતાઓ વિશે અપમાન જનક, ઉશ્કેલીની જનક તથા બદનક્ષી શબ્દોનો ઉપયોગ કરી વિડીયો બનાવી વિડીયો વાયરલ નહીં કરવા પેટે ખંડણી માગતો એક વિડિયો વાયરલ કર્યો હતો અને આરોપી જિનેન્દ્ર સાહે સોશિયલ મીડિયાના વિડીયો વાયરલ કર્યા બાદ તે ભાગતો ફરતો હતો અને તે દરમિયાન તેની અન્ય વ્યક્તિઓના નામ ઉપર મોરબીની હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં તેમજ આર્થિક તથા અન્ય મદદ કરવામાં વિજયસિંહ રાજપૂતનો હાથ હતો અને વિજયસિંહની સક્રિય ભૂમિકા ભજવી હતી. આરોપી જિનેન્દ્ર શાહે સહ આરોપી વિજય ઉર્ફે વિજયસિંહની મદદથી પોતાના નામનો ઉપયોગ કરી છેતરપિંડી ઠગાઈ કરવાના હેતુથી આસામ રાજ્યનું ખોટું ચૂંટણીકાર્ડ બનાવ્યું હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું છે.

તો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ  પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી જિનેન્દ્ર શાહ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા બાદ સનાળા રોડ મોરબી ખાતે આવેલ મહેશ હોટલમાં બોગસ ઓળખ આપી રોકાયો હતો. તેથી આ સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જિનેન્દ્ર શાહ વિરોધ બોગસ ઓળખ અંગેની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે અને જેની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે. આ ઉપરાંત આરોપી વિજય ઉર્ફે વિજયસિંહ રાજપુતને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોટીલાથી પકડી પાડવામાં આવ્યો હતો અને તેની અંગજડતી દરમિયાન તેની પાસેથી સ્ટાર્ટર ગન મળી આવી હતી. આ બાબતે ચોટીલા ખાતેની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. આ વિજય રાજપુત ભૂતકાળમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. અગાઉના કેસો માટે પેરોલ જમ્પ કરી ભાગતો ફરતો હતો અને તે બકુલ પટેલનું નામના આધાર કાર્ડ નો ઉપયોગ કરી અલગ અલગ જગ્યાઓ અને હોટલ ઉપર રોકાતો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી વિજય ઉર્ફે વિજયસિંહ રાજપૂતની તપાસ કરતા વધુ સામે આવ્યું હતું કે, વિજય સામે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ચાર ગુના નોંધાયા છે. ઉપરાંત CID પોલીસ સ્ટેશન ગાંધીનગરમાં 1, અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં 1, અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 1, અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં 1 અને સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો:વાહન ચાલકોના ટાયરની હવા કાઢવા જતા કોર્પોરેશનની હવા નીકળી ગઈ

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:જુલાઈ કરતા ઓગસ્ટ મહિનામાં શાકભાજીના ભાવ 40થી 50 ટકા વધ્યો