Voting/ ભાજપના ઉમેદવાર પુર્ણેશ મોદી અને રિવાબાએ મતદાન કર્યું

voting  ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે.

Gujarat Gujarat Assembly Election 2022
voting 

voting  ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન થશે ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. ત્યારે આજે સુરત પશ્ચિમથી ભાજપના ઉમેદવાર પુર્ણેશ મોદી ઘરે માતાજીના આશીર્વાદ લીધા હતા અને બાદમાં પત્ની સાથે ઢોલ-નગારા વગાડતા મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર જવા નીકળ્યા હતા.અને મતદાન કર્યું હતું. જ્યારે મશહુર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા મતદાન કરવા માટે  રાજકોટની આઈપી મિશન સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે કુલ 89 સીટમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે અનામત છે. જ્યારે 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો છે. જેમાંથી 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો અને 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો છે. તેમજ 497 થર્ડ જેન્ડરના મતદારો છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 બૂથ છે. જેમાંથી 15,416 બૂથ ગ્રામ્યમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે. ઉલ્લેખનીય છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે

પહેલા તબક્કામાં કુલ 11 મંત્રી સહિત ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. પહેલા તબક્કામાં ભાજપ-કોંગ્રેસના 89-89 જ્યારે આપના 88 અને BTPના 14 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 508 અન્ય પાર્ટી અને અપક્ષો રાજકીય રણસંગ્રામમાં ઉતર્યા છે. કુલ ઉમેદવાર 788 છે. જેમાંથી 69 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં ઉતરી છે.

Gujarat Assembly Election 2022/આ છે ગુજરાતની પ્રથમ તબક્કાની 10 હોટ સીટો, આમાં નક્કી થશે રાજ્યની