ડુપ્લિકેટ દારૂ ફેક્ટરી/ બે રાજસ્થાની ઇસમોનું કારસ્તાન, સુરતમાં શરૂ કરી નકલી દારૂ બનાવવાની મીની ફેક્ટરી પછી….

પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને કુલ 9,28,320ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના હાથે જે બે ઈસમો પકડાયા તે બંને આ કેમિકલ વાળો દારૂ બનાવતા હતા અને તે તે બંને રીઢા આરોપી હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat Surat
Untitled 16 બે રાજસ્થાની ઇસમોનું કારસ્તાન, સુરતમાં શરૂ કરી નકલી દારૂ બનાવવાની મીની ફેક્ટરી પછી....

@અમિત રૂપાપરા 

સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી નામનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં માદક પદાર્થો તેમજ ડ્રગનું વેચાણ કરતા અનેક ઇસમોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. ત્યારે સુરત પીસીબી પોલીસને સુરત શહેરમાંથી કેમિકલ વાળો નકલી ઇંગલિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને કુલ 9,28,320ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના હાથે જે બે ઈસમો પકડાયા તે બંને આ કેમિકલ વાળો દારૂ બનાવતા હતા અને તે તે બંને રીઢા આરોપી હોવાનું સામે આવ્યું છે.

સુરત શહેર પીસીબી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે, ઈચ્છાપોર વિસ્તારમાં આવેલ ડાયમંડ નગરની પોશ સોસાયટીમાં એક બંગલામાં બે ઈસમો કેમિકલ વાળો ઇંગ્લિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ચલાવી રહ્યા છે. ત્યારે આ બાદમીના આધારે pcbના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. સુવેરા તથા પીસીબીની ટીમના માણસો દ્વારા ઈચ્છાપોર ડાયમંડ નગર હાઉસિંગ સોસાયટીના બંગલા નંબર 63 માં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ દરોડા દરમિયાન પોલીસને કલ્પેશ શામરીયા અને દુર્ગાશંકર ખટીક નામના બે ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. કલ્પેશ શામરીયા જમીન દલાલીનો ધંધો કરે છે અને તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તે સુરતના ઉમરા વિસ્તારમાં પાર્લે પોઇન્ટ પાસે આવેલી સરિતા દર્શન સોસાયટીનો રહેવાસી છે. આ ઉપરાંત દુર્ગાશંકર ખટીક મૂળ રાજસ્થાન રહેવાસી છે અને તે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આ બંગલામાં તપાસ કરતા અલગ અલગ કંપનીની નાની મોટી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આ ઉપરાંત અલગ અલગ કંપનીના સ્ટીકરો મળી આવ્યા હતા. આ ઉપરાંત 40 લીટરની કેપેસિટી વાળા પ્લાસ્ટિકના ત્રણ કેરબા કે જેમાં બનાવટી ઇંગ્લિશ દારૂ ભરેલો હતો તે મળી આવ્યા હતા. સાથે જ 750 ml રંગવિહીન પ્રવાહી પણ પોલીસને મળ્યું હતું. આ ઉપરાંત અન્ય પણ અલગ અલગ પ્રકારના કેમિકલો દારૂની નાની મોટી બોટલના ઢાંકણાઓ સહિતની વસ્તુ પોલીસને મળી આવી હતી.

આ ઉપરાંત આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તેમને ઇંગલિશ દારૂ બનાવવાનું કેમિકલ અથવા ગેટ સર્કલ પાસે આવેલ પેરેડાઇઝ એપાર્ટમેન્ટની દુકાન નંબર 8માં સંતાડ્યું છે.  પોલીસે આ જગ્યા પર તપાસ કરી અને દુકાનમાંથી 1050 લીટર કેમિકલ તેમજ અલગ અલગ દારૂની બોટલો પણ મળી આવી હતી. આમ પોલીસે 9,28,320નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ કરતાં સામે આવ્યું હતું કે કલ્પેશ શામરીયા નામનો ઈસમ અગાઉ રાજસ્થાન તેમજ દમણ ખાતેથી દારૂની હેરાફેરી કરતો હતો અને ત્રણ વખત પોલીસના હાથે દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો હતો. જેથી તેને રાજસ્થાનમાં જઈ પોતાના મિત્ર સાથે જાતે દારૂ બનાવવાનું શીખી લીધું હતું અને ત્યારબાદ પોશ વિસ્તારમાં બંગલો ભાડેથી રાખીને દારૂ બનાવવાનું કેમિકલ, આલ્કોહોલ, બુચ સ્ટીકર વગેરે જેવી ચીજ વસ્તુ તે રાજસ્થાનથી લાવતો હતો.

whatsapp image 2023 09 04 at 22518 pm 1693822692 બે રાજસ્થાની ઇસમોનું કારસ્તાન, સુરતમાં શરૂ કરી નકલી દારૂ બનાવવાની મીની ફેક્ટરી પછી....

આ બંગલામાં તમામ કેમિકલ ભેગા કરીને કેમિકલ વાળો ઇંગ્લિશ દારૂ તે બનાવતો હતો અને રાજસ્થાન ખાતે રહેતા ઇસમને આ દારૂનું વેચાણ કરતો હતો. આરોપી અગાઉ જમીન લે-વેચમાં દલાલીનું કામ કરતો હતો. તે સમયે આર્થિક મુશ્કેલીમાં આવી જતા વધારે આર્થિક નફો મેળવવા માટે તેને આ ધંધો શરૂ કર્યો હતો. આરોપી કલ્પેશ સામરીયા સામે અગાઉ સુરતના પાંડેસરા ઉધના અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત પારડીમાં પણ પ્રોહીબિશન એક્ટ હેઠળ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો પોલીસના હાથે જે અન્ય આરોપી ઝડપાયો છે. દુર્ગાશંકર ખટીક તે પણ પ્રોહિબીશનના ગુનામાં પાંડેસરા પોલીસના હાથે ઝડપાયો છે અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં તેની સામે આઇપીસીની કલમ 283 મુજબનો ગુનો દાખલ થયો છે હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો:રાજકોટ એઇમ્સ ડાયરેકટર પદેથી ડો. વલ્લભ કથીરીયાનું સાત જ દિવસમાં રાજીનામુ, વાંચો શું લખ્યું છે રાજીનામાના લેટરમાં

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા દિલ્હી, PM મોદી સાથે કરી બેઠક

આ પણ વાંચો:સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મુદ્દે રોકડીયા હનુમાન મંદિરના મહંતે આપી વધની ચીમકી

આ પણ વાંચો:નાના વરાછામાં ઝડપાયું ગરીબોના હક્નું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ