સુરત/ નાના વરાછામાં ઝડપાયું ગરીબોના હક્નું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

સુરત શહેરમાં સતતને સતત સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારો ગરીબોના હક્નું અનાજ બારોબાર વહેંચી પોતાના ગજવા ભરી રહ્યા છે

Gujarat Surat
Untitled 7 નાના વરાછામાં ઝડપાયું ગરીબોના હક્નું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

@દિવ્યેશ પરમાર 

સુરત  : સુરત શહેરમાં સતતને સતત સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારો ગરીબોના હક્નું અનાજ બારોબાર વહેંચી પોતાના ગજવા ભરી રહ્યા છે ત્યારે પુણા ઝોનની v 2 નમ્બર ધરાવતા દુકાનદાર સસ્તો સરકારી અનાજનો માલ ખાનગી બોરીમાં ભરી બારોબાર વહેંચવા જતા હતા તે દરમ્યાન સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો.

Untitled 8 નાના વરાછામાં ઝડપાયું ગરીબોના હક્નું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

સુરતમાં ગરીબોના હક્નું અનાજ સતત બારોબર વહેંચાઈ રહ્યું છે.અનેક ઘટના સતત સામે આવે છે ત્યારે ફરી વખત સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી v2 નામની સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારે પોતાની દુકાનમાંથી બાજુની દુકાનમાં ખુફિયા રસ્તો બનાવી સરકારી અનાજ ખાનગી બોરીમાં ભરી બાજુની દુકાનમાં લાવી ટેમ્પો ભરવાનું કારસ્તાન સ્થાનિકો એ ઝડપી પાડ્યું હતું.ઘટનાને પગલે સ્થાનિકો એ પોલીસ ને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પુરવઠા વિભાગને જાણ કરી હતી.તે દરમિયાન ઝોનલ અધિકારી અને પુરવઠા ઇન્સ્પેક્ટરે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

Untitled 8 1 નાના વરાછામાં ઝડપાયું ગરીબોના હક્નું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

ખાનગી માલ હોવાનું દુકાનદારે જણાવતા તેમની પાસે બિલ માંગ્યું હતું.જોકે હવે બિલ રજૂ કર્યા બાદ આગામી કાર્યવાહી કરશે.જોકે અગાઉ પણ આ પ્રકાર નો ટેમ્પો ઉતરાણ પોલીસ મથકે ઝડપાયો હતો તેમાં પણ ટેમ્પો ચાલકે બિલ રજૂ કર્યા હતા.જોકે આ બિલ ખોટા અને ફરજી હોવાનું સામે આવતા પોલીસે ખોટા બિલ બનાવનાર ને પણ ઝડપી પાડયા હતા. એટલે આ સમગ્ર મામલે હવે મામલતદાર અને dso ને પણ કાર્યવાહી કરવાની ફરજ પડે છે.આ દુકાનદાર સામે મામલતદાર કેવા પગલાં ભરે તે જોવું રહ્યું.

આ પણ વાંચો:પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત

આ પણ વાંચો:સુરતમાં પોલીસને શાકભાજી વેચનાર પાસેથી પિસ્તોલ મળી આવી, જાણો શા માટે આ ઈસમ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો

આ પણ વાંચો:ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ

આ પણ વાંચો:કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત

આ પણ વાંચો:પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન…ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ