કલ્કી અવતારનો બફાટ/ પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત

રમેશ ફેફરે વધુ એક વખત વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે ક્ષત્રિયના ઘરે જન્મ લીધો. દયાંદન સરસ્વતી પણ રાક્ષસ હતો.

Rajkot Gujarat
Untitled 212 પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત

પોતાની જાતને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી ગણાવનાર સિંચાઇ વિભાગના નિવૃત રમેશ ફેફર ફરી એક વાર વિવાદિત નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. આ વખતે રમેશ ફેફરે બ્રહ્મ સમાજનું સૌથી અપમાન કર્યુ. તેણે બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની સરખામણી રાક્ષસ સાથે કરી અને બ્રાહ્મણોનો નાશ થશે તેવી ભવિષ્યવાણી કરી હતી.

રમેશ ફેફરે વધુ એક વખત વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે ક્ષત્રિયના ઘરે જન્મ લીધો. દયાંદન સરસ્વતી પણ રાક્ષસ હતો. કળિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વ્યાપારીઓ ભ્રષ્ટ થઈ ગયા છે. કળિયુગમાં શેરીની સફાઈ કરનાર જ શ્રેષ્ઠ છે. રાજકોટના રમેશ ફેફરે કહ્યું હતું કે, મારું એક વખત મૃત્યુ થઈ ચૂક્યું છે. હું 14 દિવસ મારા શરીરમાં નહોતો.

તો વધુમાં તેમણે ચંદ્રયાન-3 અંગે વાત કરતા કહ્યું કે, ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે. સાથે તેમણે પોતાના મૃત્યુ અંગે પણ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, મારું એકવાર મોત થઈ ચૂક્યું છે. હું 14 દિવસ મારા શરીરમાં નહોતો.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રહેતા રમેશચંદ્ર ફેફર અગાઉ પણ કલ્કી અવતારના દાવાને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે. સૌપ્રથમ તેમણે પોતાને કલ્કી અવતાર હોવાનો દાવો કરી ભારે ચર્ચા જગાવી હતી. જે તે સમયે સરકાર દ્વારા તેઓને આ મામલે નોટિસ ફટકારી ખુલાસો આપવા સુધીના પગલા લેવામાં આવ્યા હતા.

 તો બીજી તરફ બ્રહ્મસમાજના અપમાન બદલ રમેશચંદ્ર ફેફરનું મોં કાળું કરનારને હેમાંગ રાવલ તરફથી ૧૧,૦૦૦ નું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટના પ્રખ્યાત ન્યુરોસર્જન ડૉ. હેમાંગ વસાવડા દ્વારા રમેશચંદ્ર ફેફરની મનોચિકિત્સા નિ:શુલ્ક કરવાનું એલાન કરવામં આવ્યું છે. સરકાર દ્વારા તાત્કાલિક કાનૂની પગલાં લઈ ફરિયાદ દાખલ કરી આ માનસિક વિકૃત રમેશને અસારવા સ્થિત મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. સનાતન ધર્મમાં માનનારા બંધુઓ – ભગિનીઓની માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા

 આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

 આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત

 આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા