Grammy Award/ દાહોદની દિકરીને “અ કલરફુલ વર્લ્ડ” આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ, પંથકમાં ફેલાઈ ગૌરવની લાગણી

દાહોદની પુત્રવધુ અને હાલ ન્યુયોર્ક ખાતે રહેતી ફાલ્ગુની શાહને ગ્રેમી એવોર્ડ એનાયત કરાયો છે ફાલ્ગુની શાહને ” અ કલરફુલ વર્લ્ડ ” આલ્બમ માટે બાળગીતોની કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયો. 

Gujarat Others
ગ્રેમી એવોર્ડ

દાહોદની પૂત્રવધુ અને હાલ ન્યૂયોર્કમાં રહેતી ફાલ્ગુની શાહને બાળગીતો માટે ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.. ” અ કલરફુલ વર્લ્ડ” આલ્બમ માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ગ્રેમી એવોર્ડ સંગીતનો ઓસ્કર એવોર્ડ તરીકે લોકપ્રિય છે ત્યારે દાહોદના શાહ અને પેટ્રોલવાલા પરિવારના ડૉ.ગૌરવ શાહના પત્ની ફાલ્ગુની શાહની પસંદગી વિશ્વવિખ્યાત ગ્રેમી એવોર્ડ માટે થતા દાહોદમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રવર્તી રહી છે.

દાહોદની પુત્રવધુ અને હાલ ન્યુયોર્ક ખાતે રહેતી ફાલ્ગુની શાહને ગ્રેમી એવોર્ડ એનાયત કરાયો છે ફાલ્ગુની શાહને ” અ કલરફુલ વર્લ્ડ ” આલ્બમ માટે બાળગીતોની કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયો.  1959 થી ચાલતા ખ્યાતનામ ગ્રેમી એવોર્ડ માટે 2022 ના સમારોહમાં એક મૂળ ગુજરાતીની પસંદગી થઈ અમેરિકાના લાસ વેગાસમાં 64 મા ગ્રેમી અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું .

ગ્રેમી એવોર્ડ સંગીતનો ઓસ્કર એવોર્ડ તરીકે લોકપ્રિય છે . ત્યારે ભારતીય ફાલ્ગુની શાહ આ વખતે ગ્રેમી અવોર્ડ્સ જીતી છે . અવોર્ડ શો દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો વીડિયો મેસેજ બતાવવામાં આવ્યો હતો . દાહોદના શાહ અને પેટ્રોલવાલા પરિવારના ડૉ.ગૌરવ શાહની પત્ની ફાલ્ગુની શાહની પસંદગી વિશ્વવિખ્યાત ગ્રેમી એવોર્ડ માટે થતા દાહોદમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રવર્તી રહી છે . મૂળ દાહોદના વૈષ્ણવ પરિવારના પણ વર્ષોથી ન્યુયોર્ક ખાતે સ્થાયી થયેલા દાહોદના દિલીપભાઈ રસિકલાલ શાહ અને તેમના પત્ની લીનાબેન ( દેસાઈ પેટ્રોલવાળા ) ના 41 વર્ષીય પુત્રવધુ ફાલ્ગુની 000 દલાલ – શાહ જાણીતા ગાયિકા છે .

ફાલ્ગુની દલાલના નામે તેમના ‘ સ્મરણાંજલિ ‘ સહિત અનેક સી.ડી.ના સંપુટ પ્રકાશિત થયા છે . કેન્સર નિષ્ણાત અને પોતે પણ ગાયક એવા પતિ ડો . ગૌરવ ડી . શાહ સાથે લગ્ન થયા બાદ ફાલુ દલાલ- શાહે અમેરિકા ખાતે સઘન ટ્રેનિંગ લઈ સંગીતની ધૂણી ધખાવી હતા .અમેરિકાના વ્હાઈટ હાઉસમાં વર્ષ 2009 માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંગના સન્માનમાં ઓબામા સરકાર વતી મિશેલ ઓબામા દ્વારા આયોજિત એક સમારંભમાં સુખ્યાત ભારતીય સંગીતકાર એ.આર.રહેમાનના સંગીત નિર્દેશનમાં ગાવા માટે ફાલુ શાહને પણ વિશેષ સ્થાન પ્રાપ્ત થયું હતું . જેમાં તેઓએ પોતાની સુરીલી પ્રસ્તુતિ દ્વારા સહુના મન મોહી લીધા હતા . ફાલ્ગુની શાહે અગાઉ ઓબામા સરકાર વેળા અમેરિકન સંસદમાં દક્ષિણ એશિયામાંથી પસંદ થનારી એકમાત્ર વ્યક્તિ તરીકે ‘ જનગણમણ ‘ પ્રસ્તુત કર્યુ હતું . 2019 મા પ્રકાશિત થયેલા ફાલ્ગુની શાહના આલ્બમ ‘ ‘ ફાલુ’ઝ બાઝાર ‘ ‘ માટે તેમનું નામ દક્ષિણ એશિયામાંથી એકમાત્ર વ્યક્તિ તરીકે 61 મા ગ્રેમી એવોર્ડ કાજે નોમિનેટ થયું હતું અને રેડકાર્પેટ સન્માન પણ પ્રાપ્ત થયું હતું . જોકે , તે વખતે તેઓ ગ્રેમી એવોર્ડથી વંચિત રહી ગયા હતા .

મૂળ મુંબઈના અને દાહોદના પુત્રવધુ એવા શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રના ગાયિકા ફાલુ શાહનું નામ આ વખતે ફરી એકવાર 2021 માં આવેલા ” અ કલરફુલ વર્લ્ડ ” આલ્બમ માટે નોમિનેટ થયું હતું . અમેરિકાના લાસવેગાસ ખાતે તા .3 એપ્રિલ , 2022 ના રોજ યોજાયેલા 64 મા ગ્રેમી એવોર્ડના કાર્યક્રમમાં પણ નોમિનેશન પ્રાપ્ત થયા બાદ બાળગીતો અર્થાત ‘ બેસ્ટ ચિલ્ડ્રન સોંગ ‘ વિભાગ માટે તેઓને સર્વાનુમતે ગ્રેમી એવોર્ડ એનાયત કરાયો હતો . aluş bazaar & Family Sing – Along MUNICH JERTERY Druh South Ath ~ શેર ફાલ્ગુની ગૌરવ શાહને ગ્રેમી એવોર્ડ એનાયત થતા અમેરિકામાં રહેતા દાહોદવાસીઓમાં પણ ગૌરવની લાગણી છે .

ઉલ્લેખનીય છે કે , ફાલુ શાહે આ અગાઉ મુંબઈના રેડ લાઈટ વિસ્તાર ઉપર આધારિત ‘ ફોરસ રોડ ’ આલ્બમ કર્યું હતું , જે પણ 2013 માં ગ્રેમી એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું પરંતુ તે મુખ્ય નોમિનેશનમાં આવી શક્યું ન હોતું . તો હિન્દી , અંગ્રેજી અને ગુજરાતી ત્રણેય ભાષામાં આવેલા 12 ગીતોના આલ્બમ ‘ ‘ ફાલુ’ઝ બજાર ‘ ‘ , કે જે તેમના નાનકડા પુત્ર નિઝાદના બાળસહજ પ્રશ્નોમાંથી જન્મ્યું હતું તે પણ બહોળી પ્રસિદ્ધિ પામ્યું હતું . તેમાં ભાષા , ખાણીપીણીથી લઈને બાળકો દ્વારા પુછાતા જે તે પ્રશ્નોના પોતાની રીતે સંગીતમય જવાબ સાથે રેઈનબોના સાત રંગોથી લઇ ભોજનમાં વપરાતા મરચા , હળદર જેવા મસાલા વિશે મળીને કુલ 12 ગીતો ધરાવતા આ આલ્બમમાં બાળસહજ અનેક જિજ્ઞાસાઓ સંતોષાઈ હતી.

આ પણ વાંચો : ગોરખનાથ મંદિરમાં થયેલા હુમલા બાદ ગુજરાત ATS સક્રિય, આરોપીને લઈને થયા ખુલાસા

આ પણ વાંચો :અરવિંદ કેજરીવાલ દિલ્હી પહોંચે તે પહેલાં ગુજરાતના નેતાઓએ આપ્યો મોટો ઝટકો

આ પણ વાંચો :  ખોડલધામ નરેશ પટેલને લઈ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું મોટું નિવેદન, કહ્યું કઈંક ખાસ

આ પણ વાંચો :કોરોનાથી છૂટકારા તરફ ગુજરાત, ત્રણેય લહેરમાં રાજ્ય પહેલીવાર વેન્ટિલેટર મુક્ત