આસ્થા/ વડોદરામાં એક એવું મંદિર છે જ્યાં લોકોની આસ્થાનું કેન્દ્ર છે દારૂ | જાણો વિગતવાર

ન માત્ર માંજલપુર ગામના નાગરિકો પરંતુ દૂર દૂરથી આવતા લોકો આ જીવા મામાના મંદિરે પોતાની અધૂરા કામોની માન્યતા રાખે છે અને આવી માન્યતા પૂરી થવા ઉપર અલગ અલગ પ્રકારનો પ્રસાદ ચડાવે છે જેમાં દેશી અને વિદેશી દારૂ પણ ચડાવવામાં આવે છે સાથે સાથે સિગરેટ ચડાવી પણ અહીંની ખાસ માન્યતા છે .

Gujarat Vadodara Trending
આસ્થાનું કેન્દ્ર

રાજ્યમાં એક તરફ દેશી દારૂથી થયેલા લઠ્ઠાકાંડને લઈને 55થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એવામાં આ શરાબનું આસ્થાનું કનેક્શન વડોદરા શહેરમાં જોવા મળ્યું છે. વડોદરા શહેરના માંજલપુર ગામના નાકા ઉપર આવેલું વર્ષો જૂનું જીવમામા નામનું આ મંદિર અહીંના નાગરિકો અને દેશ વિદેશના લોકોની માન્યતાઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર અંદાજિત ૧૦૦ વર્ષ જેટલું જૂનું છે તેમ સ્થાનિકોનું માનવું છે. ન માત્ર માંજલપુર ગામના નાગરિકો પરંતુ દૂર દૂરથી આવતા લોકો આ જીવા મામાના મંદિરે પોતાની અધૂરા કામોની માન્યતા રાખે છે અને આવી માન્યતા પૂરી થવા ઉપર અલગ અલગ પ્રકારનો પ્રસાદ ચડાવે છે જેમાં દેશી અને વિદેશી દારૂ પણ ચડાવવામાં આવે છે સાથે સાથે સિગરેટ ચડાવી પણ અહીંની ખાસ માન્યતા છે .

એક તરફ દેશી દારૂના દુષણને લઈને સમગ્ર રાજ્યમાં સરકારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને જે પાછળનો મુખ્ય કારણ 55 લોકોએ દેશી દારૂ પીવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.  ત્યારે વડોદરા શહેરમાં ચાલતા આવા મંદિરમાં ચડાવવાના પ્રસાદના દેશી દારૂની આસ્થાનો વિષય કેટલો વ્યાજબી છે અને આ વિષયને લઈને કાયદાના રક્ષકો અને વહીવટી તંત્રોનું શું માનવું છે તે એક સૌથી મોટો સવાલ છે. મહત્વની વાત છે કે આ મંદિરની બહાર એક બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે જ્યાં પ્રસાદ ચડાવવાના નામે દારૂ શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ વાત અહિયાં સ્પષ્ટ થાય છે કે જીવામામા નામના આ મંદિરે દેશી અને વિદેશી શરાબ ચઢાવો પણ થાય છે.

જોકે રાજ્યમાં થયેલા દેશી દારૂનાં કાંડ લઈને છેલ્લા કેટલાક દિવસોથી આ મંદિરમાં શરાબ ચડાવવાની પ્રક્રિયા જાણે બંધ થઈ ગઈ છે ત્યારે અહીંના લોકોનું પણ માનવું છે કે કોઈપણ અધુરા કામોને લઈને રાખેલી આસ્થા સાથેની બાધા અહીંયા પૂરી કરવા માટે દેશી વિદેશી દારૂ પણ ચડાવવામાં આવે છે. ત્યારે હાલ તો થયેલી કડક કાર્યવાહીને પગલે શહેરમાં અને આસપાસના વિસ્તારમાં વેચાતા દેશી દારૂના અડ્ડા અને ઠેકાઓ બંધ થઈ જવાના કારણે અહીંયા શરાબ ચઢાવવાની આસ્થાની પ્રક્રિયા રોકાઈ ગઈ છે પરંતુ આવનારા દિવસોમાં આ આસ્થા સાથે જોડાયેલી પ્રક્રિયા ફરી શરૂ થાય છે કે કેમ તે જોવાનું મહત્વનું રહેશે.

આ પણ વાંચો : TMCના 21 ધારાસભ્યો છે સીધા સંપર્કમાં, મિથુન ચક્રવર્તીનો દાવો