Gujarat election 2022/ અમદાવાદમાં ત્રણ જગ્યાએ મતદાન ગણતરી થશે

Gujarat election 2022 ના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે મતગણતરીને લઈને તૈયારીઓ આદરી દેવામાં આવી છે. રાજ્યના વિવિધ શહેરોમાં મુખ્ય મતદાન કેન્દ્રોમાં મતગણતરીની પ્રક્રિયા વેગવંતી બનાવાઈ છે. રાજયના 33 જિલ્લાના મુખ્ય કેન્દ્રોમાં બધા ઇવીએમ આવી ગયા છે.

Gujarat
Gujarat election 2022
  • રાજ્યમાં વિવિધ સ્થળોએ મતદાનની તૈયારીને અપાતો આખરી ઓપ
  • અમદાવાદમાં પોલીટેકનિક સહિત ત્રણ જુદી-જુદી જગ્યાએ મતદાન ગણતરી કરાશે

Gujarat election 2022 ના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે મતગણતરીને લઈને તૈયારીઓ આદરી દેવામાં આવી છે. રાજ્યના વિવિધ શહેરોમાં મુખ્ય મતદાન કેન્દ્રોમાં મતગણતરીની પ્રક્રિયા વેગવંતી બનાવાઈ છે. રાજયના 33 જિલ્લાના મુખ્ય કેન્દ્રોમાં બધા ઇવીએમ આવી ગયા છે.

અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો માટે શહેરમાં અલગ- અલગ 3 જગ્યાએ મત ગણતરી હાથ ધરાશે. હાલ મતગણતરી કેન્દ્રો પર પોલીસ અને CRPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. થ્રી લેયર સુરક્ષામાં ગુજરાત પોલીસ, CRPF અને BSFની ટુકડી તૈનાત છે. સ્ટ્રૉન્ગ રૂમ બહાર CCTV કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં ગત વર્ષ કરતાં સાત ટકા ઓછું મતદાન
બીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન અમદાવાદમાં થયુ છે. અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકો પર સરેરાશ 58.32 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ ઘાટલોડિયામાં 59.62 ટકા અને સૌથી ઓછું નરોડામાં 52.29 ટકા મતદાન થયુ છે. 2017ની સરખામણીએ મતદાનમાં 8 ટકા જેટલો ઘટાડો થયો છે. આપને જણાવી દઈએ કે, 2017માં અમદાવાદમાં 66.69 ટકા મતદાન થયુ હતુ. તો શહેરી વિસ્તારની તમામ 16 બેઠકોમાં આઠ થી 15 ટકા જેવો માતબર ઘટાડો જોવા મળ્યો છે.

આ તરફ ભાવનગરની સરકારી ઈજનેરી કોલેજ વિદ્યાનગરમાં પણ તૈયારીઓ શરૂ કરાઈ છે. 7 વિધાનસભા બેઠકની મતગણતરી માટે કુલ સાત રૂમ તૈયાર કરાયા છે. મતગણતરીની પ્રક્રિયામાં કુલ 350 કર્મચારીઓ જોડાશે. તો મતગણતરી સ્થળે થ્રી લેયર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

આ પણ વાંચો

Gujarat election 2022/કુતિયાણામાં તો કાંધલ જ ચાલેઃ સૌરાષ્ટ્રના આ માથાભારે ધારાસભ્યનો વિજય પરિણામ પહેલા જ નિશ્ચિત

Gujarat election 2022/અમારી મહેનત જોતા 100થી નજીકની બેઠક નહી હોય તો નિરાશા થશેઃ કેજરીવાલ