Amreli/ અમરેલીમાં માથાભારે શખ્સ શિવા ધાખડા પર ફાયરિંગ

છથી વધુ શખ્સોએ કર્યું ફાયરિંગ પરંત આબાદ બચાવ

Top Stories Gujarat
Beginners guide to 2024 05 23T213927.035 અમરેલીમાં માથાભારે શખ્સ શિવા ધાખડા પર ફાયરિંગ

Gujarat News : અમરેલીમાં માથાભારે શખ્સ શિવા વાલા ધાખડાની કાર પર ફાયરિંગ થયાની ઘટનાને પગલે ચકચાર મચી છે. બનાવની વિગત મુજબ ખાંભા નજીક પીપળવાથી ચતુરી રોડ પર રાત્રિના સમયે ફાયરિંગ થયું હતું.. શિવા વાલા ધાખડા પર જૂની અદાવતને લઈને ફાયરીંગ થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. 2 કારમાં આવેલા પહુ વરું, મયુર વરું અને સંજય વરું સહિત 6થી 8 શખ્સો દ્વારા ફાયરીંગ કરાયું હોવાનું રિલ્સમાં શિવા ધાખડાએ લખ્યું છે.
રાજુલા પંથકમાં શિવા વાલા ધાખડાનો દબદબો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. રાત્રિના સમયે શિવા ધાખડાની સ્કોર્પિયો કાર પર ફાયરિંગ થયું છે. ઉલ્લેખનીય છે કે, શિવા ધાખડાએ પોતાના ઇન્સ્ત્રાગ્રામ પર 8થી 10 રાઉન્ડ ફાયરીંગ કર્યાની રીલ પણ શેર કરી છે. નોંધનીય છે કે, અંધાધૂન ફાયરિંગ થવા છતાં શિવા ધાખડાનો આબાદ બચાવ થયો છે.
બનાવની ગંભીરતાને પગલે  અમરેલી એસ.પી., એ.એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી રહ્યો હતો. સોશિયલ મીડિયાની રિલમાં ફાયરિંગ કરનારા શખ્સોના નામ શિવા ધાખડાએ જાહેર કર્યા છે. જેથી અત્યારે ખાંભા પોલીસ મથકમાં શિવા ધાખડા દ્વારા ગુન્હો દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આવી રીતે કાયદાઓને નેવે મુકીને જાહેરમાં અંધાધૂન ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેથી પોલીસે પણ સત્વરે આ મામલે કાર્યવાહી હાથ ધરી દીધી છે. શિવા વાલા ધાખડા ખુબ રિલ શેર કરીને આરોપીઓના નામ જાહેર પણ કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનંતનાગ-રાજૌરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 મેના રોજ થશે મતદાન, આજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત

 આ પણ વાંચો:પોલીસ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે, બિભવ કુમારને આજે કોર્ટમાં રજૂ કરાશે

 આ પણ વાંચો:દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, તમામ પક્ષો પ્રચારમાં લગાવશે જોર