Gujarat Visit/ PM મોદી ફરી એકવાર 3 દિવસ માટે આવશે ગુજરાતના પ્રવાસે,જાણો સમગ્ર કાર્યક્રમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે ભાજપે ચૂટંમી પ્રચાર અર્થે અસરકારક રણનીતિ બનાવીને કામ કરી રહી છે,રાજ્યની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે

Top Stories Gujarat
વડાપ્રધાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે ભાજપે ચૂટંમી પ્રચાર અર્થે અસરકારક રણનીતિ બનાવીને કામ કરી રહી છે,રાજ્યની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે, એવામાં PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવવાના છે, આ ત્રણ દિવસના પ્રવાસમાં અનેક વિકાસલક્ષી કાર્યોનો લોકાર્પણ કરશે.જાણો તેમનો સમગ્ર કાર્યક્મ

વડાપ્રધાન 30 ઓક્ટોબર  દિલ્હીથી ગુજરાત આવવા નીકળશે. તેઓ બપોરે 2.20 વાગ્યે વડોદરા એરપોર્ટ  પહોંચશે. ત્યાંથી તેઓ 2.30 વાગ્યે વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે. અહીં તેઓ ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. ત્યાંથી તેઓ 3.40 વાગ્યે એરપોર્ટ પહોંચશે. ત્યાંથી વડાપ્રધાન  બપોરે 4.40 વાગ્યે એકતાનગર (કેવડિયા) હેલિપેડ પહોંચશે. અહીં સર્કીટ હાઉસમાં તેઓ રાત્રિ રોકાણ કરશે.31 ઓક્ટોબરનો કાર્યક્રમ આ દિવસે વડાપ્રધાન  સવારે 7.50 વાગ્યે સર્કિટ હાઉસથી બાય રોડ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પહોંચશે. અહીં તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ 8.15 વાગ્યે પરેડ ગ્રાઉન્ડમાં કાર્યક્રમના સ્થળ પર પહોંચશે. અહીં 8.15 વાગ્યાથી 10.10 વાગ્યા સુધી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ યોજાશે, જેમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે 11 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી આરંભ 2022 કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. અહીંથી વડાપ્રધાન બપોરે 1.25 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ અમદાવાદ એરપોર્ટ  આવશે. ને ત્યાંથી એમ આઈ 17 હેલિકોપ્ટરથી તેઓ થરાદ (બનાસકાંઠા) હેલિપેડ પહોંચશે. અહીં વડાપ્રધાન બપોરે 3.30 વાગ્યે વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી વડાપ્રધાન ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

1 નવેમ્બરનો કાર્યક્રમ ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે વડાપ્રધાન સવારે 10.50 વાગ્યે રાજસ્થાન માનગઢ હિલ હેલિપેડ   ખાતે પહોંચશે. ત્યાંથી તેઓ બપોરે 1.15 વાગ્યે જાંબુઘોડા હેલિપેડ પહોંચશે. અહીં બપોરે 1.30 વાગ્યે તેઓ જાંબુઘોડામાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને અર્પણ કરશે. અહીંથી વડાપ્રધાન ગાંધીનગર પહોંચશે. મહાત્મા મંદિર ખાતે ભાજપના 182 વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓ માટે દિવાળી મિલન સમારોહ યોજવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન પણ વિશેષ ઉપસ્થિત રહેશે.