blast case/ સલમાન કેસમાં આરોપીના આપઘાતથી પોલીસની વધી મુશ્કેલી

બિશ્નોઈ ગેંગ પર ગાળિયો મજબૂત કરતા પોલીસ થશે પરેશાન

Top Stories India
Beginners guide to 2024 05 02T160135.767 સલમાન કેસમાં આરોપીના આપઘાતથી પોલીસની વધી મુશ્કેલી

Mumbai News : સલમાન ખાન ફાયરિંગ કેસમાં આરોપી અનુજ થાપનની ધરપકડ પોલીસ માટે મોટો બ્રેક થ્રુ હતી. તેની વિરૂધ્ધ હેવા પણ ગંભીર ગુના દાખલ હતા. પોલીસે આ કેસમાં મકોકા પણ લગાવ્યો છે.

બપોરે 12.30 વાગ્યે પોલીસ કમિશનર કચેરી સ્થિત લોકઅપ બહાર બુધવારે ભારે હલચલ હતી. પોલીસની નજર લોકઅપની અંદર ડોકિયા કરી રહી હતી. એક કેદીએ પોલીસના કાન ઉભા કરી દીધા. કેદીએ કહંયુ કે અનુજ થાપન ટોયલેટ ગયો હતો અને  હજી સુધી પરત નથી આવ્યો. તાત્કાલિક લોકઅપનું તાળુ ખોલીને પોલીસે જોયું તો તેમની આંખો ફાટી ગઈ. ટોલટેમાં અનુજ થાપન ગળાફાંસો ખાધેલી હાલતમાં દેખાતો હતો. પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ પણ ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો.

આ એ જ અનુજ થાપન હતો જેણે સલમાનના ઘર બહાર ફાયરિંગ માટે શૂટરોને શસ્ત્ર પોહંચાડ્યા હતા. પોલીસે હથિયાર પહોંચાડવાના ગુનામાં તેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરી લીધા છે.

અનુજની પાંચ છ દિવસ પહેલા પંજાબના અબોહરથી ધરપકડ કરવામાં આવી હતી. બીજીતરફ તપાસ કરી રહેલી પોલીસને ફાયરિંગના તાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા હોવાનું  જણાયા બાદ અનુંજની ધરપકડ પોલીસ માટે કેસની મહત્વપૂર્ણ કડી હતી. જેને પગલે મુંબઈ પોલીસે મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ ) લગાવી દીધો હતો. પરંતુ હવે અનુજના મોતે પોલીસનો માથાનો દુખાવો વધારી દીધો છે. અનુજના મોત બાદ પોલીસ માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ગળે ગાળિયો કસવો મુશ્કેલ થઈ જશે.

આ કેસમાં પોલીસે જે મકોકા લગાવ્યો છે તે અનુજના મોતને કારણે નબળો પડી શકે છે. આ વાતની શંકા પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ છે. સલમાન ખાન ફાયરિંગ કેસમાં મકોકાનો આરોપ ત્યારે જ ટકી શકશે જ્યારે પકડાયેલા આરોપીઓમાં કોઈ એકનું નામ 10 વર્ષની અંદર કોઈ ચાર્જશીટમાં આવ્યું હોય. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફક્ત અનુજ થાપન જ એવો હતો જેની વિરૂધ્ધ પહેલા હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણીવસુલી જેવા ત્રણ ગંભીર ગુના નોંધાયેલા છે.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે અનુજ થાપને મકોકાના ડરને કારણે આપઘાતનું પગલુ ભર્યું હતું. તેને લાગવા માંડ્યું હતું કે આ કેસમાં મકોકા લાગ્યા બાદ ક્યારેય તે જેલની બહાર નીકળી નહી શકે. જોકે અનુજના પરિવારે આપઘાતના દાવાનું ખંડન કર્યું છે. પરિવારના એક સભ્યનું કહેવું છે કે આખરે અનુજ આપઘાત શા માટે કરે ? તેમણે કહ્યું કે તે એક જીંદાદીલ યુવાન હતો. એક ટ્રાન્સપોર્ટર પાસે તે નોકરી કરતો હતો. પરિવારે અનુજના મોત પાછળ કાવતરૂ હોવાની શંકા વ્યક્ત કરી છે.

બીજીતરફ અનુજના મોતની તપાસ સીઆઈડીને સોંપી દેવામાં આવી છે. જે લોકઅપમાં તેણે આપઘાત કર્યો તે પોલીસ કમિશનર ઓફિસના પહેલે માળે છે. આ જૂંની બિલ્ડીંગમાં પહેલા  અને બીજા માળે લોકઅપ છે અને બુધવારે 11 આરોપી તેમાં બંધ હતા. પિસ્ટલ સપ્લાય કરનારો બીજો આરોપી તેની જૂંની ઈજાને કારણે હાલમાં જ્યુડિશીયલ કસ્ટડીમાં છે. જોકે સલમાનના ઘર પર ફાયરિંગનો મુખ્ય આરોપી વિક્કી ગુપ્તા અને સાગર પાલને અહીં રખાયા ન હતા. આ આખી બિલ્ડીંગ સીસીટીવી કેમેરાથી સજ્જ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકીય પાર્ટીઓ માટે વિલન બનશે ગરમી, સભામાં ભીડ ભેગી કરવા કરવી પડશે મહેનત

આ પણ વાંચો: BRTS કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, પડતર માંગોને લઇ કર્મચારીઓ આંદોલનના મુડમાં

આ પણ વાંચો: સાબરકાંઠામાં ઓનલાઈન પાર્સલમાં ધડાકો થતા એકનું મોત