Not Set/ જૂનાગઢના ચોરવાડ પોલીસ મથકના બે PSI અને એક એએસઆઈ સસ્પેન્ડ

અમદાવાદ: જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ મથકમાં ફરજ બજાવતાં બે PSI અને એક એએસઆઈને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ અગાઉ ડીજી વિજિલન્સ સ્ક્વોડ દ્વારા ચોરવાડ પોલીસ મથક વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂની રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં ડીજી વિજિલન્સ […]

Top Stories Gujarat Others Trending
Two PSI and one ASI suspended of Chorwad police station of Junagadh

અમદાવાદ: જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ મથકમાં ફરજ બજાવતાં બે PSI અને એક એએસઆઈને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ અગાઉ ડીજી વિજિલન્સ સ્ક્વોડ દ્વારા ચોરવાડ પોલીસ મથક વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂની રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં ડીજી વિજિલન્સ સ્કવોડ દ્વારા બે લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

જો કે આ રેડમાં સ્થાનિક પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગોલમાલ થઈ હોવાની વિગતો જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સામે આવ્યું હતું. જેના કારણે જૂનાગઢના જિલ્લા પોલીસ વડા એસપી સૌરભ સિંઘ દ્વારા ચોરવાડ પોલીસ મથકમાં ફરજ બજાવતાં પીએસઆઈ એસ.કે.માલમ, પીએસઆઈ એમ.ટી.ચુડાસમા અને એએસઆઈ એસ.યુ. કોડિયાતરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના આ આદેશ પછી પોલીસ બેડામાં રીતસરનો લાકડિયો તાર ફરી વળ્યો હતો. એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતાં હોય તેવા બે પીએસઆઈ અને એક એએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોય તેવી ઘટના ઘણા લાંબા સમય બાદ બનવા પામી હોવાનું જાણવા મળ્યું છે.