Not Set/ આખરે એવું તો શું થયું કે કર્ણાટકના મંત્રીએ હોટલના કૂકને આપી ૨૫,૦૦૦ રૂપિયાની ટિપ

કર્ણાટકના મંત્રી જમીર અહમદ ખાને એક રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ ભોજન બાબતે  25, 000 રૂપિયાની ટિપ આપી દીધી હતી. મેંગલોરના એક ફિશ રેસ્ટોરન્ટમાં પાર્ટનર હનીફ મોહમ્મદને વિશ્વાસ નહતો આવતો કે મંત્રીએ આટલા બધા રૂપિયા શા માટે ટિપમાં આપી દીધા. એટલું જ નહી પરંતુ હનીફને મક્કા મોકલવાની પણ ઓફર કરી છે. હનીફના હાથનું સી ફૂડ અત્યાર સુધીમાં કોંગ્રેસ […]

Top Stories India Trending
buttery herbed seafood આખરે એવું તો શું થયું કે કર્ણાટકના મંત્રીએ હોટલના કૂકને આપી ૨૫,૦૦૦ રૂપિયાની ટિપ

કર્ણાટકના મંત્રી જમીર અહમદ ખાને એક રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ ભોજન બાબતે  25, 000 રૂપિયાની ટિપ આપી દીધી હતી.

મેંગલોરના એક ફિશ રેસ્ટોરન્ટમાં પાર્ટનર હનીફ મોહમ્મદને વિશ્વાસ નહતો આવતો કે મંત્રીએ આટલા બધા રૂપિયા શા માટે ટિપમાં આપી દીધા.

એટલું જ નહી પરંતુ હનીફને મક્કા મોકલવાની પણ ઓફર કરી છે.

હનીફના હાથનું સી ફૂડ અત્યાર સુધીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગુલામ નબી આઝાદ જમી ચુક્યા છે પરંતુ તેના કુકિંગના આટલા સરસ વખાણ ક્યારેય નથી થયા.

Image result for karnataka-minister-zameer-ahmed-khan-આ ઘટના ગુરુવારની છે જયારે મંત્રી ઓફીશીયલ મીટીંગ માટે બહાર ગયા હતા. તેઓ બપોરનું જમવા માટે ફિશ માર્કેટમાં ગયા હતા. મંત્રી ખાને અહિયાંના ભોજનના ખુબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આટલું સ્વાદિષ્ટ સીફૂડ તેમણે આજ સુધી ક્યારેય નથી ખાધું.

થોડા સમય પછી તેમણે કુક હનીફને બોલાવ્યો અને પોતાની જોડે બેસાડીને પોતાની પ્લેટમાંથી જમાડ્યો.

મંત્રી ખાને બધા કર્મચારીઓને 20, 000 રૂપિયા ટિપ રૂપે  આપ્યા હતા અને હનીફને 5000 રૂપિયા આપ્યા હતા. મંત્રીના પર્સનલ આસિસટન્ટે હનીફની બધી ડિટેલ્સ લીધી હતી.

૧૮ વર્ષથી આ પ્રોફેશનલમાં કામ કરી રહેલા હરીફનો તે દિવસ યાદગાર બની ગયો હતો.