Not Set/ ગુજરાત, રાજસ્થાન સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ

દેશભરના ઘણા રાજ્યો હાલમાં ભારે વરસાદ અને પૂરની સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ સાથે જ હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન મધ્યપ્રદેશ  સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ કહ્યું છે […]

Top Stories Gujarat India
1410119371 heavy rain file www.wallpaperg.com ગુજરાત, રાજસ્થાન સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ

દેશભરના ઘણા રાજ્યો હાલમાં ભારે વરસાદ અને પૂરની સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ સાથે જ હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન મધ્યપ્રદેશ  સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

IMD ગુજરાત, રાજસ્થાન સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ

ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ કહ્યું છે કે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વી રાજસ્થાન, દરિયાકાંઠે આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પુડુચેરી, મેઘાલય, આસામ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર અને ગુજરાતમાં જુદી જુદી જ્ગ્યાએ આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગમી 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ  થવાની સંભાવના છે. પશ્ચિમ મધ્યપ્રદેશ અને આજુબાજુના વિસ્તારમાં 16 સપ્ટેમ્બરથી ઓછા વરસાદની સંભાવના છે.

ભોપાલમાં ફ્લાઇટ ડાયવર્ટ થઈ

ઓછી દૃશ્યતાને કારણે ભોપાલના રાજાભોજ એરપોર્ટથી ત્રણ કલાક સુધી ફ્લાઇટ્સનું પરિવહન અશક્ય બન્યું હતું. હજ યાત્રીઓની ફ્લાઇટને નાગપુર તરફ વાળવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.