ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું માનવું છે કે માઇક્રોઇકોનોમિક્સની સારી સમજવાળી વ્યક્તિ જ અર્થવ્યવસ્થાને વર્તમાન મંદીમાંથી બહાર લાવી શકે છે. ઘણીવાર સરકારની આર્થિક નીતિઓની ટીકા કરનારા સ્વામીના મતે સરકારને આજે કટોકટી વ્યવસ્થાપન માટે અનુભવી રાજકારણીઓ અને વ્યાવસાયિકોની ટીમની જરૂર છે.
એવા વ્યાવસાયિકો હોવા જોઈએ કે જેમની પાસે સારી રાજકીય સમજણ હોય અને ભારતીય વિચાર ધારા પર આધાર રાખતા અર્થશાસ્ત્રીઓ હોય. તેઓ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) અને વિશ્વ બેંકના જનવકાર મધંતા હોવા જોઇયે. તેમણે પોતાના પુસ્તક ‘રીસેટ: રીગેનિંગ ઈન્ડિયાઝ ઇકોનોમીઝ લીગૈસી’ માં લખ્યું છે કે જે લોકો અર્થતંત્ર માટે જવાબદાર રહ્યા છે તેઓ વાસ્તવિકતાને જાણતા નથી.
જેની ઉપર અર્થશસ્ત્ર્ની જ્વાબદારી છે તે મીડિયાને પ્રોત્સાહન આપવામાં રોકાયેલા છે. અર્થવ્યવસ્થામાં ઘણી ગંભીર મૂળભૂત ખામીઓ છે અને તેથી જ આપણી અર્થવ્યવસ્થા આવી ભાંગી પડી છે. જે 1947 પછી ક્યારેય જોવા મળી નથી. સ્વામી એમ પણ માને છે કે સરકારી પેટા સમિતિઓમાં એવા ઘણા સભ્યો છે કે જેઓ આર્થિક દલીલોને કોઈ આર્થિક અમલીકરણ માટે ઔપચારિક તાલીમ આપી શકતા નથી.
જેમ કે કટોકટીના કારણોને ઓળખવા, શ્રેષ્ઠ પગલાં ઓળખવા અને હિસ્સેદારોને પ્રોત્સાહિત કરવું. શું મોદી સરકાર પાસે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ઇમરજન્સી ક્લુ છે? સ્વામી કહે છે, અત્યારે એવું દેખાતું નથી. માઇક્રોઇકોનોમિક્સની મજબૂત સમજ જરૂરી છે.
જોકે, સ્વામીને આશા છે કે ભારત આ સમસ્યાનું નિવારણ લાવશે, ભારત છેલ્લા 7૨ વર્ષમાં તમામ કટોકટીને પહોંચી વળ્યું છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિને સીધી સુધારણા દ્વારા સુધારવાનો પ્રયાસ કરવો જોઇયે, જે હમેશા લોકોને પ્રોત્સાહિત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.