Not Set/ સોશિયલ મીડિયા કે ક્રાઈમ મીડિયા? ઇન્સ્ટાગ્રામ પર કિશોરીને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ

સુરત સુરતના ઉધના વિસ્તારમાં એક યુવતીને સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેલ કરી બળાત્કાર ગુજારવાનો બનાવ બન્યો હતો.આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર આ યુવતીને ફ્રેંન્ડ રિકવેસ્ટ મોકલી અજાણ્યા પાંચ યુવકોએ મિત્રતા કરી હતી. જેમાં એકાઉન્ડ બનાવ્યા બાદ તેને એક ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી, જે યુવતીએ સ્વીકારી હતી. બાદમાં યુવતીએ આ એપ્લિકેશનને પોતાના […]

Top Stories Gujarat Surat Trending
rain 19 સોશિયલ મીડિયા કે ક્રાઈમ મીડિયા? ઇન્સ્ટાગ્રામ પર કિશોરીને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ

સુરત

સુરતના ઉધના વિસ્તારમાં એક યુવતીને સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેલ કરી બળાત્કાર ગુજારવાનો બનાવ બન્યો હતો.આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર આ યુવતીને ફ્રેંન્ડ રિકવેસ્ટ મોકલી અજાણ્યા પાંચ યુવકોએ મિત્રતા કરી હતી.

જેમાં એકાઉન્ડ બનાવ્યા બાદ તેને એક ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી, જે યુવતીએ સ્વીકારી હતી. બાદમાં યુવતીએ આ એપ્લિકેશનને પોતાના મોબાઇલ ફોનમાંથી ડિલિટ કરી નાખી હતી. જોકે, બ્લેક મેઇલ કરનાર શખ્સોએ તેની પ્રોફાઇલમાંથી તેનો નંબર મેળવી લીધો હતો.

આ મોબાઇલ નંબરના આધારે શખ્સોએ તેને ફોન કરીને બ્લેક મેઇલ કરવાની શરૂઆત કરી હતી. બાદમાં આ શખ્સોએ તેને મળવા બોલાવી હતી. બાદમાં પાંચેય શખ્સોએ કિશોરીના નામે એક ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હતું જેના પર તેનો મોર્ફ કરેલો ફોટોગ્રાફ્સ અપલોડ કર્યો હતો. આ મોર્ફ કરેલા ફોટોના માધ્યમથી બ્લેક મેઇલ કરીને પાંચેય આરોપીઓ કિશોરી પર અવાર નવાર બળાત્કાર ગુજારતા રહ્યા હતા.

ત્યારબાદ યુવતીનો નંબર મેળવી ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આથી યુવતીની ફરિયાદને આધારે આઇટી એકટ હેઠળ ઉધના પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ અંગે કિશોરીના પાડોશમાં રહેતા એક યુવકે પરિવારનું ધ્યાન દોરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કિશોરીને મેડિકલ પરીક્ષણ માટે સુરતની હોસ્પિટલમાં ખસેડી હતી