Not Set/ ગુજરાત યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરની માનસિક ત્રાસની ફરિયાદ

ગુજરાત યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરે માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનના વડા મુકેશ ખટીક સામે ગુજરાત યુનિવર્સિટીના એક મહિલા પ્રોફેસરે માનસિક હેરાનગતિ અને શૈક્ષણિક કારકિર્દીમાં અવરોધ મૂક્યાની ફરિયાદ નોંધાવી છે.

Gujarat
Mantavyanews 4 18 ગુજરાત યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરની માનસિક ત્રાસની ફરિયાદ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરે માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનના વડા મુકેશ ખટીક સામે ગુજરાત યુનિવર્સિટીના એક મહિલા પ્રોફેસરે Mental Harrasment માનસિક હેરાનગતિ અને શૈક્ષણિક કારકિર્દીમાં અવરોધ મૂક્યાની ફરિયાદ નોંધાવી છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને મહિલા પ્રોફેસરે આ પ્રકારની ફરિયાદ કરી છે. આ ફરિયાદ મુજબ મહિલા પ્રોફેસરને કામકાજ તથા અન્ય બાબતોને લઈને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરે સીએએસ હેઠળ પ્રમોશન લેવાનું છે, પરંતુ આ વિભાગના વડા મુકેશ ખટીક બે દિવસથી સહી કરતા નથી. અગાઉ ગુજરાત યુનિવર્સિટીના Mental Harrasment કુલપતિને 22 એપ્રિલ અને 90 મે 2020 જુલાઈના રોજ પણ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ તેઓએ કરી હતી, પરંતુ આ બાબતે હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી.

આ અંગે મંતવ્ય ન્યુઝે મહિલા પ્રોફેસરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કંઈપણ બોલવાની ચોખ્ખી ના પાડી દીધી અને આ તેમનો અંગત પ્રશ્ન છે તેમ જણાવ્યું હતું. જ્યારે મહિલા પ્રોફેસરી જેમની સામે ફરિયાદ કરી છે તે મુકેશ ખટીકે પણ મહિલા પ્રોફેસર પર ઘણા આરોપ મૂક્યા છે. મુકેશ ખટીકે મહિલા પ્રોફેસરના આરોપ ફગાવી દીધા છે અને તેમના લીધે અનેક વિદ્યાર્થીઓ ત્રસ્ત હોવાનું જણાવ્યું છે.

 

આ પણ વાંચોઃ સંઘવી સાહેબ આ દિકરીએ પણ તમારી જેમ સુરતનું નામ રોશન કર્યું….હવે તમારી મદદની છે આશા

આ પણ વાંચોઃ આવ્યા હતા ઈજાગ્રસ્ત હાથનું ઓપરેશન કરાવવા, ડોક્ટરની બેદરકારીના લીધે હવે બંને હાથે પાટા

આ પણ વાંચોઃ રાજકોટમાં ભારતીય ટીમના કેપ્ટનનો iPhone ચોરાયો કે ખોવાયો?

આ પણ વાંચોઃ છોટાઉદેપુરમાં 5,200 કરોડ રૂપિયાના કાર્યક્રમનું લોકાર્પણ કરશે પીએમ મોદી