Surat/ સંઘવી સાહેબ આ દિકરીએ પણ તમારી જેમ સુરતનું નામ રોશન કર્યું….હવે તમારી મદદની છે આશા

સુરતના કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષની વિધિ માવાણી તેના પરિવારની સાથે રહે છે. વિધિ માવાણીના પિતા ઓધવજીભાઈ ડેરીમાં કામ કરે છે.

Gujarat Surat Photo Gallery
Mantavyanews 28 4 સંઘવી સાહેબ આ દિકરીએ પણ તમારી જેમ સુરતનું નામ રોશન કર્યું....હવે તમારી મદદની છે આશા

@અમિત રૂપાપરા 

Surat News: સુરતના એક સામાન્ય પરિવારની દીકરીએ સ્પોર્ટ્સને પોતાના જીવનનું લક્ષ્ય બનાવી વેઇટ લિફ્ટિંગમાં મહારથ હાંસલ કર્યું છે. દીકરીએ રાજસ્થાનમાં યોજાયેલી સ્ટ્રેન્થ લિફ્ટિંગની સબજુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો  અને દિલ્હી ખાતે યોજાયેલી વેઇટ લિફ્ટિંગની ચેમ્પિયનશિપમાં પણ એક ગોલ્ડ મેડલ મેળવ્યો.હવે આગામી દિવસોમાં હૈદરાબાદ ખાતે યોજાનાર સ્ટ્રેન્થ લિફ્ટિંગની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુરતની આ દીકરી ભાગ લઈ રહી છે.

Untitled 38 9 સંઘવી સાહેબ આ દિકરીએ પણ તમારી જેમ સુરતનું નામ રોશન કર્યું....હવે તમારી મદદની છે આશા

સુરતના કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષની વિધિ માવાણી તેના પરિવારની સાથે રહે છે. વિધિ માવાણીના પિતા ઓધવજીભાઈ ડેરીમાં કામ કરે છે. 17 વર્ષની વિધિને સ્પોર્ટ્સમાં ખૂબ રસ છે અને તેથી તે પોતાની શાળામાં કરાટે અને યોગા કરવામાં ખૂબ જ આગળ હતી અને એટલા માટે તે બાળકોને પણ યોગા અને કરાટે શીખવતી હતી. ત્યારબાદ મીરાબાઈ ચાનુંએ એશિયન ગેમ્સમાં વેઇટ લિફ્ટિંગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાસીલ કરતા વિધિને પણ વેઇટ લિફ્ટિંગનો શોખ જાગ્યો.

Untitled 38 8 સંઘવી સાહેબ આ દિકરીએ પણ તમારી જેમ સુરતનું નામ રોશન કર્યું....હવે તમારી મદદની છે આશા

વિધિએ વેઇટ લિફ્ટિંગની પ્રેક્ટિસ સૂર્યપુર વીર વ્યાયામ શાળામાં શરૂ કરી અને ત્યારબાદ બાલાજી વ્યાયામ શાળામાં યોજાયેલી સ્ટેટ લેવલની વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને સિલ્વર મેન્ડલ કર્યો. ત્યારબાદ વધુ તાલીમ લઈને દિલ્હી ખાતે યોજાયેલી પાવર લિફ્ટિંગની નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો.

Untitled 38 સંઘવી સાહેબ આ દિકરીએ પણ તમારી જેમ સુરતનું નામ રોશન કર્યું....હવે તમારી મદદની છે આશા

આ ચેમ્પિયનશિપમાં અલગ અલગ રાજ્યના 1500 કરતાં વધુ વેઇટ લીફ્ટરોએ ભાગ લીધો હતો. જેમાં વિધિ સબજુનિયર કેટેગરીમાં હતી અને સબ જુનિયર કેટેગરીની 25 ગર્લ્સમાંથી વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વિધિએ પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો.

Untitled 39 સંઘવી સાહેબ આ દિકરીએ પણ તમારી જેમ સુરતનું નામ રોશન કર્યું....હવે તમારી મદદની છે આશા

વિધિના પિતા ઓધવજીભાઈનો પગાર માત્ર 12000 રૂપિયા છે અને વિધિ ભાડાના મકાનમાં રહે છે. વિધિના પિતા માત્ર 12000 રૂપિયાના પગારમાં ઘરનું ગુજરાન ચલાવવું ઓધવજીભાઈને ખૂબ જ મુશ્કેલ થાય છે અને તેવામાં દિલ્હી મોકલવા માટે વિધિના પિતા પાસે પૈસા ન હતા અને તેથી વ્યાજે પૈસા લઈને વિધિને પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ માટે દિલ્હી મોકલી હતી. દિલ્હીની ટુર્નામેન્ટ બાદ રાજસ્થાનમાં સ્ટ્રેન્થ લીફ્ટિંગની ટુર્નામેન્ટ યોજાઇ હતી. તેમાં પણ સબ જુનિયર કેટેગરીમાં વિધિએ પાર્ટિસિપેટ કર્યું અને રાજસ્થાનની સ્ટ્રેન્થ લીફ્ટિંગમાં સબ જુનિયર અને જુનિયર કેટેગરીમાં એક ગોલ્ડ મેડલ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા અને આ ટુર્નામેન્ટમાં વિધિનું સિલેક્શન નેશનલ ચેમ્પિયનશિપ માટે થયું.

Untitled 39 સંઘવી સાહેબ આ દિકરીએ પણ તમારી જેમ સુરતનું નામ રોશન કર્યું....હવે તમારી મદદની છે આશા

આગામી દિવસોમાં હૈદરાબાદમાં યોજાનારી સ્ટ્રેંથ લિફ્ટિંગની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિધિ ભાગ લેશે. આ ચેમ્પિયનશિપ 27થી 30 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં યોજાશે અને આ ચેમ્પિયનશિપની પ્રેક્ટિસમાં પણ પ્રથમ ક્રમાંક મેળવવા માટે વિધિ દ્વારા અભ્યાસની સાથે દિવસમાં ત્રણ કલાક વેઇટ લિફ્ટિંગ અને સ્ટ્રેન્થ લીફ્ટિંગની ટ્રેનિંગ લેવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે વિધિના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને એટલા માટે વિધિ દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે કે સરકાર અન્ય રમતોમાં જેમ ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે.

Untitled 40 સંઘવી સાહેબ આ દિકરીએ પણ તમારી જેમ સુરતનું નામ રોશન કર્યું....હવે તમારી મદદની છે આશા

તે જ રીતે વેઇટ લિફ્ટિંગમાં પણ જેમને રસ હોય અને જે ખેલાડીઓ આગળ જવા ઇચ્છતા હોય તેમને પ્રોત્સાહન આપે અને હાલ વિધિની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે સુરતની બે સામાજિક સંસ્થાઓ તેને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જવા માટેનો ખર્ચો ઉઠાવી રહી છે. મહત્વની વાત છે કે વિધિના માતા નયનાબેનને પણ પગમાં પોલિયોની અસર છે.

Untitled 40 1 સંઘવી સાહેબ આ દિકરીએ પણ તમારી જેમ સુરતનું નામ રોશન કર્યું....હવે તમારી મદદની છે આશા

તેના કારણે તેમને ચાલવામાં પણ તકલીફ છે અને વિધિના પિતાનો પગાર પણ ઓછો છે એટલે પરિવાર આર્થિક સંકટનો સામનો કરી જ રહ્યો છે. પરંતુ માતા-પિતા વિધિને આગળ વધવામાં પ્રોત્સાહિત કરી રહ્યા છે. માતા પિતાના આ જ સપોર્ટના કારણે વિધિ આજે હૈદરાબાદમાં યોજાનાર સ્ટ્રેન્થ લીફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી