સુરત/ ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી

સુરતના મીની બજારના રસ્તા પરથી હીરા શોધવા લોકોની પડાપડી. હીરાના વેપારીએ રસ્તા પર હીરા ફેંકી દીધાની વાત વહેતી થતાં લોકો રસ્તા પર હીરા શોધવા બેસી ગયા.

Gujarat Surat
Mantavyanews 27 3 ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના વરાછા મીની બજાર માર્કેટમાં એક વેપારીએ મંદીથી આક્રોશમાં આવી જાહેર રોડ પર હીરા ફેંકી દીધા હતા.આ વાતની ચર્ચા એ જોર પકડતા મોટી સંખ્યામાં લોકો એ હીરા લેવા માટે પડાપડી કરી હતી. લોકોએ રોડ રસ્તા સાફ કરી અને હીરા શોધવામાં મંડાયા હતા.

Untitled 37 3 ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી

ડાયમંડ ની સીટી સુરતમાં હાલ મંદિનું ગ્રહણ લાગ્યું છે. દિવસે વધતી જતી મંદીના માહોલ વચ્ચે હીરા ઉદ્યોગમાં ખૂબ જ કફોળી હાલત થઈ છે.રિયલ ડાયમંડ માં મંદી આવ્યા બાદ લેબગ્રોન ડાયમંડ માં તેજી હતી પરંતુ તેમાં પણ મંદી આવી જતા હીરા ઉદ્યોગકારોની હાલત કફોળી થઇ છે.ત્યારે આજે વહેલી સવારે સુરત ની મિનિબજાર હીરા માર્કેટ માં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા.કારણ કે આ રોડ પર કોઈ વેપારી એ હીરા ફેંકી દીધા ની વાતે જોર પકડતા થોડી વાર માં મોટી સંખ્યા માં લોકો હીરા શોધવા રોડ પર ઉતરી આવ્યા હતા..મોટા ભાગે રત્નકલાકારો એ રોડ ની સાફ સફાઈ જાતે જ કરી હીરા શોધવા માં જોડાયા હતાં.

Untitled 37 2 ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી

હાલ મંદી ચાલતી હોવાથી એક વેપારી દ્વારા આક્રોશ માં આવી રોડ પર આ હીરા ફેંકી દીધા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા. મહત્વનું છે કે હીરા ઉદ્યોગ માં.મંદી હોવાથી રત્નકલાકારો તેમજ વેપારીઓ ની હાલત કફોળી બની છે જેના કારણે કોઈ એ વહેલી સવારે હીરા માર્કેટ મા ફેંકી દીધા હતા .આ હીરા લેવા પડાપડી જોઈ આસપાસ ના અન્ય રત્નકલાકારો અને વેપારીઓ પણ પહોંચ્યા હતા.

Untitled 37 5 ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી

જ્યાં ઉડાવેલા હીરા પણ લોકો ને મળી રહ્યા હતા. જ્યારે એક વેપારીએ હીરા લઈ ચેક કર્યા તો આ હીરા અમેરિકન ડાયમંડ હોવાનું જણાવ્યું હતું.અને કહ્યું હતું કે આ કોઈ વેપારીએ મજાક કરી અને હીરા ઉડાવ્યા છે.

Untitled 37 4 ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી

આ હીરા માર્કેટ મા 3 થી 5 પૈસે વેચાય છે.જેનું કોઈ મહત્વ ના હોવાનું જણાવ્યું હતું..જોકે જે પણ લોકો હીરા લઈ ને જતા હતા તે ખુશ જોવા મળ્યા હતા. એ સમગ્ર ઘટના માં સત્ય શુ છે કોણ હીરા ફેંકી ગયુ અને શા માટે હિરા ફેંકી દીધા તે સમગ્ર માહિતી અકબંધ રહી છે.

આ પણ વાંચો:ઇસનપુરમાં જૂની અદાવતમાં કોન્ટ્રાક્ટર હરીશ પ્રજાપતિ કરાયો હુમલો જુઓ CCTV

આ પણ વાંચો:ગણેશ વિસર્જન દરમિયાન મામા-ભાણેજનું મોત, મૃત્યુ પહેલાનો અંતિમ વીડિયો

આ પણ વાંચો:અંબાજીમાં પૂનમનાં મેળાનાં માહોલ વચ્ચે છવાયો વરસાદી માહોલ, યાત્રાળુઓને હાલાકી

આ પણ વાંચો:નર્મદા કેનાલમાં પતિ પત્નીએ લગાવી મોતની છલાંગ