Not Set/ સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનારને ફાંસીની સજા, સૌથી ફાસ્ટેસ્ટ 29 દિવસમાં ચૂકાદો

સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ  બાદ હત્યાના કેસમાં પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને તે મુદ્દે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.

Top Stories Surat
ફાંસીની સજા

સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ  બાદ હત્યાના કેસમાં પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને તે મુદ્દે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. માત્ર એક મહિનાની અંદર એટલે કે 29 દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી હોય એવો ગુજરાતના ઈતિહાસનો પહેલો ચુકાદો છે. નોંધનીય છે કે, બાળકીનું ઘરમાંથી અપહરણ કરી દુષ્કર્મ કરી બાળકીની ગળું દબાવી હત્યા કરી દીધી હતી. 3 દિવસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારે હવે આ મામલે સરકારી વકીલ નયન સુખડવાલાએ નિવેદન આપ્યું હતું.

આરોપીને વધુમાં વધુ સજા મળે એવી માગ સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાએ કરતાં કહ્યું કે, 99 ટકા લોકો ઈચ્છે કે, આ બર્બરતાપૂર્ણ કૃત્યની સજા ફાંસીથી ઓછી ન હોય શકે. 4થી નવેમ્બરના રોજ દિવાળીની રાત્રે પાંડેસરા-વડોદ વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું.

મૂળ બિહારના જહાનાબાદના વતની અને આરોપી ગુડ્ડુકુમાર મધેશ યાદવે બાળકી પર બળાત્કાર અને હત્યા કરી મૃતદેહને ત્યાંના ઝાડી ઝાખરામાં નાંખી દીધો હતો. પાંડેસરા પોલીસે અપહરણ બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.

આરોપી ગુડ્ડકુમાર યાદવ પીડિત બાળકીનો પાડોશી હતો. આરોપી ગુડ્ડકુમાર યાદવ પણ બે સંતાનનો પિતા છે. આરોપી સેક્સ મેનિયાક હોવાનું સાબિત થયું હતું. પોલીસને ગુડ્ડુના મોબાઇલમાંથી 149 પોર્ન વીડિયો મળ્યા હતા. મોબાઇલ દુકાનના માલિક સાગર શાહની પણ ધરપકડ કરાઇ હતી. સાગર પોર્ન વીડિયો ડાઉનલોડ કરી મેમરી કાર્ડ ભરી આપતો હતો. સાગર શાહ સામે IPC કલમ 292 હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો.