Gujarat Election/ ભાજપના આ નેતાએ કહ્યું ‘રાહુલ ગાંધી દેશનો કમો છે’

ગુજરાતમાં હાલ ચૂંટણી પ્રચાર પુરજાશમાં ચાલી રહ્યો છે, તમામ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે.  પાર્ટીઓ એક બીજા રોપ-પ્રત્યારોપ લગાવી રહી છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
23 4 ભાજપના આ નેતાએ કહ્યું 'રાહુલ ગાંધી દેશનો કમો છે'

ગુજરાતમાં હાલ ચૂંટણી પ્રચાર પુરજાશમાં ચાલી રહ્યો છે, તમામ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે.  પાર્ટીઓ એક બીજા રોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. આ ચૂંટણીમાં બેફામ વિવાદાસ્પદ નિવેદન નેતાઓ આપી રહ્યા છે.એવામાં દ્વારકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પબુભા માણેકે વિવાદિત નિવેદન કર્યું છે.

ભાજપ દ્વારા દ્વારકા ખાતે ભવ્ય સભાનું  આયોજન કર્યું હતુંં. આ સભામાં પબુભા માણેક વિવેકભાન ભૂલ્યા હતા. પોતાના સંબોધનમાં પબુભાએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની વધી ગયેલી દાઢીને લઈને તેમની સરખામણી ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ હુસૈન સાથે કરી હતી. આટલેથી ના અટકતા ભાજપ ઉમેદવારે રાહુલ ગાંધીની સરખામણી માનસિક દિવ્યાંગ કમા સાથે કરી હતી.આ ઉપરાંત પબુભાએ સ્ટેજ ઉપર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની મિમિક્રી કરી હતી. જેમાં મનમોહન સિંહની જેમ ધીમી ભાષામાં સંબોધન કરીને તેમની મજાક પણ ઉડાવી હતી.

ઉલ્લેખનીય છે કે હવે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે નેતાઓ બેફામ વાણીવિલાસ કરી રહી છે. અનેક નેતાઓ હાલ વિવાદિત નિવેદન આપી રહ્યા છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બર ચૂંટણી યોજાવવાની છે. પરિણામ 8 ડિસેમ્બરે યોજાવવાનું છે.